Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > કમળનું ફુલ અમારી ભૂલ, રૂપાણી સરકાર હાય-હાય જેવા નારાઓ લાગ્યા, વિદ્યાર્થીઓ ઉપર દમન

કમળનું ફુલ અમારી ભૂલ, રૂપાણી સરકાર હાય-હાય જેવા નારાઓ લાગ્યા, વિદ્યાર્થીઓ ઉપર દમન

0
3835

બિન સચિવાયલ પરીક્ષામાં થયેલ ગેરરીતિને લઇને ગુજરાતભરના વિદ્યાર્થીઓએ આંદોલન છેડી દીધું છે. જોકે, સરકાર આંદોલનને દબાવવા માટે પોતાની બધી જ તાકાત લગાવી રહી છે, તે છતાં વિદ્યાર્થીઓએ પોતાની રીતે શાંતિપૂર્વક પ્રદર્શન કરવાનું ચાલું રાખ્યું છે. ગુજરાતમાં થઇ રહેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતા ભ્રષ્ટાચારને રોકવાને લઇને વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે ચાલી નિકળ્યા છે. વિદ્યાર્થીઓની બધી માંગોમાંથી એક માંગ તે છે કે, સરકારી નોકરીઓમાં થઇ રહેલા ભ્રષ્ટાચારને ખત્મ કરો.

ગુજરાતભરના વિદ્યાર્થીઓ ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યાં છે, તેવામાં સરકારના ઈશારે પોલીસ તેમને અધ રસ્તેથી ડિટેન કરી રહી હોવાના સમાચાર મળી રહ્યાં છે. મહત્વપૂર્ણ વાત તે છે કે, વિદ્યાર્થીઓના પ્રદર્શન સવાર બાર વાગ્યાથી શરૂ થયો હોવા છતાં સરકાર તરફથી એક પણ નિવેદન આવ્યો નથી. માત્ર સરકાર વિદ્યાર્થીઓ તરફ દમન ગુજારીને તેમની ધરપકડ કરી રહી છે. પોલીસ વેનમાં બેસેલા વિદ્યાર્થીઓ પણ પોતાનો વિરોધ દર્શાવી રહ્યાં છે.

વિદ્યાર્થીઓ રૂપાણી સરકાર તરફથી તેમને રોકવા માટે અપનાવવા માટે રહેલ રીતનો વિરોધ કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓની માંગ છે કે, તેમને પોતાની વાત શાંતિપૂર્વક કરવા દેવામાં આવવી જોઇએ, અને અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સરકારે પગલા ભરવા જોઇએ. જો કે, વિદ્યાર્થીઓની એકપણ વાત સાંભળવામાં આવી રહી નથી અને તેમની બોલતી બંધ કરવાના બધા જ કારસા રચવામાં આવી રહ્યાં છે.

વિદ્યાર્થીઓ એટલા રોષે ભરાયા છે કે, હવે તેમને રૂપાણી સરકાર વિરૂદ્ધ નારા લગાવવાનું શરૂ કરી દીધું છે. વિદ્યાર્થીઓએ ભાજપ સરકારને અલવિદા કરવા માટે ગુજરાતવાસીઓને હાંકલ કરી રહ્યાં છે. ‘કમળનું ફુલ અમારી ભૂલ’ અને રૂપાણી સરકાર હાય-હાયના નારા અને પોસ્ટ સાથે વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યાં છે. તેવામાં ઘણા એવા ફોટાઓ પણ સામે આવી રહ્યાં છે, જેનાથી સ્પષ્ટ દેખાઇ આવે છે કે, પોલીસે વિદ્યાર્થીઓ સાથે મારા-મારી કરી છે.

ઘણા વિદ્યાર્થીઓ કાળી પટ્ટી માથે બાંધીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.અત્યાર સુધી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા છે.

ગુજરાત એક્સક્લૂઝિવના ટ્વીટર ટ્રેન્ડ #SaveGujaratStudent થી સરકારની આંખો ખોલો