Gujarat Exclusive > દેશ-વિદેશ > કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ જારી

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ જારી

0
32
  • આદેશ હોવા છતાંય કોર્ટમાં હાજર ના થયા Digvijay Singh

નવી દિલ્હી: હૈદરાબાદની એક સ્થાનિક કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ વિરુદ્ધ બિન જામીનપત્ર વોરંટ જારી કર્યું છે. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહને માનહાનીના એક કેસમાં કોર્ટ સામે હાજર ના થવાના કારણે વોરંટ જારી કર્યું છે. દિગ્વિજય સિંહ વિરુદ્ધ વર્ષ 2017માં ઓવૈસીની પાર્ટી AIMIMના એક નેતાએ કેસ નોંધાવ્યો હતો. Digvijay Singh

AIMIM નેતા એસ એ હુસૈન અનવરે દિગ્વિજય સિંહ પર આરોપ લગાવ્યો હતો કે તેમણે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની માનહાની કરી અને જણાવ્યું હતું કે હૈદરાબાદના સાંસદની પાર્ટી નાણાકિય લાભો લેવા માટે બીજા રાજ્યોમાં ચૂટણી લડી રહી છે. અરજી કરનારના વકીલ મોહમ્મદ આસિફ અમજદે જણાવ્યું કે તેમણે દિગ્વિજય સિંહ અને લેખ પ્રકાશિત કરના એક ઉર્દુ દૈનિકના તંત્રી બંનેને કાનૂની નોટિસ મોકલી હતી. Digvijay Singh

અરજીકર્તાના વકીલ મોહમ્મદ આસિફ અમજદે બંનેને નોટિસ મોકલી માફી માંગવા જણાવ્યું હતુ, પરંતુ એ બંનેએ જવાબ ના આપ્યો, તે પછી તેમણે કોર્ટના દ્વાર ખટખટાવ્યા. સુનાવણીની છેલ્લી તારીખ દરમિયાન સ્થાનિક કોર્ટે આદેશ આપ્યો હતો કે દિગ્વિજય સિંહ અને ઉર્દૂ સમાચાર પત્રના તંત્રી 22 ફેબ્રુઆરીના રોજ તેમના સમક્ષ હાજર રહે. જોકે તંત્રી તો હાજર રહ્યા પરંતુ દિગ્વિજય સિંહ કોર્ટમાં હાજર ના થયા. Digvijay Singh

આ પણ વાંચો: રાકેશ ટિકૈતે કેમ કહ્યું- “લોકો એકઠા થાય તો સરકારો પડી ભાંગે છે”

સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ કેસ પર સુનાવણી માટે સ્થાપિત વિશેષ કોર્ટે દિગ્વિજય સિંહને હાજર થવામાં નિષ્ફળ થયા પછી બિન જામીનપાત્ર વોરંટ જારી કર્યો છે. જોકે દિગ્વિજય સિંહના વકીલે એક અરજી પણ દાખલ કરી હતી. દિગ્વિજય સિંહના વકીલે સ્વાસ્થ્ય કારણોના હવાલા આપતા કોર્ટમાં હાજર રહેવામાંથી છૂટ આપવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે અરજીને ફગાવી દેતા વોરંટ જારી કર્યું હતુ.

અદાલતે કેસની આગળની સુનાવણી માટે 8 માર્ચની તારીખ નક્કી કરી છે. જોકે દિગ્વિજય સિંહના વકીલે કાર્યવાહીને રદ કરવા માટે હાઈકોર્ટ સમક્ષ પહેલા જ રોકને વધારવા માટે એક અરજી કરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat