નવી દિલ્હી: Nokiaએ પોતાનો આઇકૉનિક લોગો 60 વર્ષ પછી બદલી નાખ્યો છે. જોકે, 1966 પછી નોકિયાના લોગોમાં થોડો બદલાવ થતો રહ્યો છે પરંતુ લોગો પુરી રીતે હવે બદલવામાં આવ્યો છે. લોગો બદલવાની સાથે જ એવુ લાગી રહ્યુ છે કે કંપની હવે મોબાઇલ બિઝનેસ સિવાય નેટવર્ક બિઝનેસ પર ફરી એક વખત ફોકસ કરવાની તૈયારીમાં છે.
Advertisement
Advertisement
Nokiaના નવા લોગોને પાંચ શેપ્સ સાથે બનાવવામાં આવ્યો છે જે મળીને નોકિયાને દર્શાવે છે. નોકિયાનો લોગો હંમેશા બ્લૂ કલરમાં હતો પરંતુ હવે તેને બદલવામાં આવ્યો છે.
મહત્વપૂર્ણ છે કે Nokia માત્ર સ્માર્ટફોન જ નથી પણ 5G ઇક્વિપમેન્ટસ પણ બનાવે છે અને તેની માટે હવે નોકિયાના બે લોગો જોવા મળશે. એક લોગો ખાસ કરીને મોબાઇલ ફોન સેગમેન્ટ માટે રાખવામાં આવ્યો છે જ્યારે બીજો લોગો કંપનીના બીજા બિઝનેસ માટે છે.
નોકિયા મોબાઇલ બ્રાંડની વાત કરીએ તો નોકિયાના મોબાઇલ ફોન બનાવવાનું લાયસન્સ ફિનલેન્ડની કંપની HMD Global પાસે છે. ભલે નોકિયાએ પોતાનો લોગો બદલી નાખ્યો હોય પરંતુ રિપોર્ટ્સ અનુસાર HMD Globalએ કહ્યુ કે Nokia જૂના ક્લાસિક લોગો સાથે જ પોતાના સ્માર્ટફોન વેચશે.
નોકિયાના સીઇઓએ કહ્યુ છે કે નોકિયા હવે સ્માર્ટફોન કંપની નથી હવે આ બિઝનેસ ટેકનોલૉજી કંપની બની ગઇ છે. સ્પેનના બાર્સિલોનામાં Mobile World Congress ચાલી રહ્યુ છે અને આ દરમિયાન કંપનીએ Nokiaના નવા લોગોની જાહેરાત કરી છે.
જોકે, નોકિયાના પ્રોડક્ટ પર આ લોગો 2024 પહેલા જોવા નહી મળે. કારણ કે વર્તમાન પ્રોડક્ટ જૂના લોગો સાથે જ વેચવામાં આવશે. નોકિયા મોબાઇલ ફોન્સ HMD Global બનાવે છે તો શું હવે આવનારા સમયમાં HMD Global આ નવા લોગો સાથે ફોન વેચશે તે જોવુ રસપ્રદ રહેશે.
Advertisement