Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > પોર્ન પર હાહાકાર પરંતુ ભારતમાં OTT પર સોફ્ટ પોર્નની ભરમાર

પોર્ન પર હાહાકાર પરંતુ ભારતમાં OTT પર સોફ્ટ પોર્નની ભરમાર

0
160

પોર્ન બનાવવાના આરોપમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ પછી એક્ટર ગહેના વશિષ્ઠ તેમના બચાવમાં આવી છે. ગહેનાની પોતાની પણ આ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. ગહેનાનું કહ્યું છે કે, પોર્ન બનાવવાનો આરોપ લગાવ્યા પહેલા તે વીડિયોને જોવા જોઈએ જેમને પોર્નનું નામ આપવામાં આવી રહ્યું છે. ગહેના અનુસાર જે વીડિયો માટે ધરપકડ થઈ છે તો પોર્ન નહીં ઈરોટિકા (કામુક) વીડિયો છે. ગહેનાનું કહેવું છે કે, આનાથી વધારે અશ્લીલતા તો વેબસિરીઝમાં બતાવવામાં આવી રહી છે, પરંતુ તેના ઉપર કોઈ એક્શન લેવામાં આવતી નથી. ગહેના અને રાજ દોષી છે અથવા નથી તે મુંબઈ પોલીસ નક્કી કરશે પરંતુ ગહેનાની વાતોમાં સત્ય દેખાઈ રહ્યું છે.

OTT પર અશ્લિલ કન્ટેન્ટનો અંબાર

ભારતમાં પોર્ન ઈન્ડસ્ટ્રી નથી પરંતુ OTT પ્લેટફોર્મ્સ પર બતાવવામાં આવતા ઈરોટિક કન્ટેન્ટ આની જગ્યા લેતા જોવા મળી રહ્યાં છે. આનું ઉદાહરણ લોકડાઉનમાં જોવા મળ્યો. જ્યાં એક તરફ લોકડાઉનમાં એડલ્ટ સાઈટ્સના ટ્રાફિક પર 95 ટકાનો વધારો જોવા મળ્યો, ત્યારે બીજી તરફ OTT પર ઈરોટિક કન્ટેન્ટ બતાવનારા પ્લેટફોર્મની રેવન્યૂમાં ગજબનો વધારો થયો.

લોકડાઉનમાં 60-70 ટકા રેવન્યૂ અને સબ્સક્રિપ્શન વધ્યા

Feneo Moviesના ફેબ્રુઆરી 2020માં 130,000 વિઝીટ્સ હતા જે માર્ચ 220,000 થઈ ગઈ. લગભગ 70 ટકાનો વધારો થયો છે. એક અન્ય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Kooku પર ફેબ્રુઆરીમાં માર્ચ સુધી 60 ટકાનો વધારો થયો છે. Cinema Dosti પર Inc42ના એક રિપોર્ટ અનુસાર, સિને પ્રાઈમ વર્લ્ડના પ્રબંધ નિર્દેશક આયુષ રાજ પાંડેએ જણાવ્યું કે તેમની વેબસાઈટ પર પણ ટ્રાફિક વધ્યો છે. તેમને કહ્યું, લોકડાઉન દરમિયાન વીડિયો ડાઉનલોડમાં 25 ટકા અને રેવન્યૂમાં 67 ટકાનો વધારો થયો.

Feneo Moviesના માર્કેટિંગ મેનેજર શિવંકા ખંડેલવાલ કહે છે કે, ઈરોટિક કન્ટેન્ટનો ખુબ જ મોટો ઓડિયન્સ છે. અહીં સુધી કે મૂવીમાં તેમને ક્યાં એક્ટ્રેસને જોવા માંગે છે તેની પણ ડિમાન્ડ કરે છે. અમે તે ડિમાન્ડ પણ પૂરી કરીએ છીએ. અમે ઈરોટિક ઈન્ડસ્ટ્રીને એડ્રેસ કરવાની જરૂરત છે. ઘણા બધા એક્ટર, એક્ટ્રેસ, ફિલ્મમેકર અને ટેક્નીશિયન છે જેમનું આજીવિકા આ ઉદ્યોગો પર નિર્ભર છે.

Cinema Dostiના મેનેજિંગ ડાયરેક્ટર આયુષ રાજ પાંડે કહે છે, Cinema Dosti નું ફોકસ હવે રીજનલ લેંગ્વેજમાં કંન્ટેન્ટ તૈયાર કરવા પર છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભોજપુરીની સારી માંગ છે. પરંતુ અમે બંગાલી કન્ટેન્ટ બનાવવાની યોજના બનાવી રહ્યાં છીએ, કેમ કે કોલકતાતમાં ઈરોટિક કન્ટેન્ટનો ખુબ જ મોટું માર્કેટ છે.

દેશનું મેન સ્ટ્રીમ મીડિયા દેશની મહત્વપૂર્ણ સમસ્યાઓ છોડીને બીજા અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરે છે. અત્યારે દેશની ગોપનિયતા પર ચોટ લગાવનાર પેગાસસ મુદ્દાને એક બાજું મુકીને દેશનું મેનસ્ટ્રીમ મીડિયા રાજ કુન્દ્રાના પોર્ન બનાવવા પર હોબાળો મચાવી રહ્યાં છે. જ્યારે બીજી તરફ પેગાસસ જેવા અતિ ગંભીર મુદ્દાને હાંસિયા પર ધકેલવામાં આવી રહ્યો છે. કદાચ દેશના લોકોને પેગાસસની માહિતીથી વંચિત રાખવા માટે રાજ કુન્દ્રાને આગળ ધકેલવામાં આવી શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat