Gujarat Exclusive > ગુજરાત > અહો આશ્ચર્યમ, ગુજરાતના જંગલમાં એક પણ Tiger નથી

અહો આશ્ચર્યમ, ગુજરાતના જંગલમાં એક પણ Tiger નથી

0
971
  •  વન્યજીવ પ્રેમી તુષાર શાહે કરી મુખ્યમંત્રી રુપાણીને રજૂઆત
  • હવે ગુજરાતમાં Tiger વસાવો અને દેશમાં વાઘ બચાવોની ઝુંબેશ
  • 2થી 8 ઓકટોબર દરમ્યાન વર્લ્ડ વાઇલ્ડ લાઇફ વીકની ઉજવણી

મનોજ કે. કારીઆ, અમદાવાદઃ ગુજરાત સહિત દેશમાં એક તરફ સિંહોની વસ્તી વધી રહી છે, ત્યારે વાઘ (Tiger) હવે આપણા ગરવી ગુજરાતમાં એક પણ રહ્યા નથી. તેની રજૂઆત વન્યજીવ પ્રેમી તુષાર શાહે મુખ્યમંત્રી વિજય રુપાણીને કરી છે. સાથે  તેમણે ગુજરાતમાં વાઘ વસાવો, દેશમાં વાઘ બચાવો ઝૂંબેશ સફળ કરવાનો અનુરોધ કર્યો છે.

માણસ પોતાના અસ્તિત્વ અને જીવનના સુખ-સુવિધા માટે જંગલો, પર્યાવરણ અને વન્ય જીવોનો સીધી કે આડકતરી રીતે પ્રયાસ કરી રહ્યો છે ત્યારે પ્રકૃતિ અને પર્યાવરણનું ચક્ર સુવ્યવસ્થિત રીતે ચાલે તે માટે ખરેખર તો, વન્ય જીવોની સુરક્ષા અને જીવન પણ એટલા જ જરૂરી છે.

2થી 8 ઓકટોબર દરમ્યાન વર્લ્ડ વાઇલ્ડ લાઇફ વીક ( વિશ્વ વન્ય જીવ સપ્તાહ )ની ઉજવણી થઇ રહી છે. ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી વન્ય જીવો અને વ્યસન મુકિત માટે ઝુંબેશ ચલાવતા અને સમાજમાં આ અંગેની જાગૃતિ ફેલાવતાં શહેરના યુવક તુષાર શાહે મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે.

આ પણ વાંચોઃ 25% ફી માફી મામલોઃ School Mafia સામે આખરે સરકાર કેમ ઘૂંટણીયે પડી છે?

ભારતમાં Tiger માત્ર 3000, તો પણ વિશ્વમાં 70 % વાઘ દેશમાં

તુષાર શાહે વિશ્વ વન્ય જીવ સપ્તાહની ઉજવણીના ઉપલક્ષ્યમાં રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ખાસ પત્ર પાઠવી ગુજરાતમાં વાઘ (Tiger) વસાવો અને દેશમાં વાઘ બચાવોની ઝુંબેશ કારગત નીવડે તે માટે અનુરોધ કર્યો છે. નોંધનીય છે કે, ગુજરાતના જંગલમાં હાલની તારીખે એક પણ વાઘ નથી, જયારે સમગ્ર ભારત દેશમાં હવે માત્ર ત્રણ હજાર જ વાઘ બચ્યા છે.

જો કે, આ આંકડો પણ ભારત માટે તો સારો કહી શકાય કારણ કે, સમગ્ર વિશ્વના 70 ટકા વાઘની વસ્તી ભારતમાં જોવા મળે છે.તુષાર શાહ કેટલાય વર્ષોથી ગુજરાતમાં વાઘ બચાવો અને દેશમાં વાઘ બચાવોના અનોખા સૂત્ર સાથે વાઘ બચાવવાની ઝુંબેશમાં જાગૃતિ ફેલાવી રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લે 1998માં ડાંગના જંગલોમાં Tiger દેખાયો હતો

તુષાર શાહનું કહેવું છે કે, ગુજરાતમાં છેલ્લે 1998માં ડાંગના જંગલોમાં વાઘ 9Tiger) જોવા મળ્યો હતો એ પછી તે ગુજરાતમાંથી શિકાર સહિતની ગેરકાયદે પ્રવૃત્તિના કારણે લુપ્ત થઇ ગયો. ભારતમાં પાછલા વર્ષોની સરખામણીએ વાઘની સંખ્યા 30 ટકા વધી છે. જે સારી વાત કહી શકાય.

આપણા આ રાષ્ટ્રીય પ્રાણી વાઘને સાચવવામાં અને તેની સુરક્ષા અને સલામતી માટે કેન્દ્ર સરકાર, રાજય સરકાર, વન્ય વિભાગ, પોલીસ કે તંત્રની સાથે સાથે નાગરિકોએ પણ એટલી જ જાગૃતતા દાખવી પૂરતો સાથ સહકાર આપવો પડશે તો આપણી આવનારી પેઢીઓને દેશના રાષ્ટ્રીય પ્રાણી વાઘના અસ્તિત્વની પ્રત્યક્ષ જાણકારી મળી શકશે.

ભારતમાં 2010માં 1411  2014માં 1706 Tiger હતા

તેમણે જણાવ્યું કે, ભારતમાં 2010માં 1411 વાઘ હતા, 2014માં 1706 વાઘ થયા અને હાલ 2020ની અવલોકન ગણતરીમાં ત્રણ હજાર જેટલા વાઘ નોંધાયા છે. જો કે, દુઃખની વાત એ છે કે, ગુજરાતના જંગલોમાં એક પણ વાઘ નથી., તેથી જ ગુજરાતમાં વાઘ વસાવો અને દેશમાં વાઘ બચાવોની ઝુંબેશ વધુ અસરકારક અને બળવત્તર બને તે જરૂરી છે.

આ પણ વાંચોઃ જાણો, ગુજરાતના 50 વિધાનસભ્યોની કેમ વધી શકે છે મુશ્કેલી

એશિયાટિક લાયન (Lion) પણ માત્ર ગીરના જંગલોમાં છે

વાઘ 9Tiger)ની જેમ એશિયાટિક લાયન(સિંહ) પણ માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે. ગીરના જંગલોમાં 2005માં 351 સિંહ હતા, જે 2010માં 411 થયા અને 2015માં 523 સિંહ નોંધાયા બાદ હવે 2020ની સ્થિતિએ ગીરના જંગલોમાં 674 જેટલા સિંહો નોંધાયા છે.

તો, રાષ્ટ્રીય પ્રાણી વાઘ બચાવો અભિયાન અંતર્ગત ભારતમાં હાલ 50 જેટલા ભારત બચાવો અભિયાન સંબંધી પ્રોજેકટ ચાલી રહ્યા છે.

હાલ ચાલી રહેલા વિશ્વ વન્ય જીવ સપ્તાહની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પણ મેં ગુજરાતમાં વાઘનો વસવાટ થાય તેવા પ્રયાસો હાથ ધરવા અનુરોધ કર્યો છે.

તુષાર શાહ પાસે 7000થી વધુ જનરલ મેગેઝીન

આ સમગ્ર સપ્તાહ દરમ્યાન તુષાર શાહ પાસે જનરલ મેગેઝીનોની સંખ્યા તો 7 હજારથી પણ વધુ છે પણ ડિસ્કવરી, નેશનલ જિયોગ્રાફી સહિતના વન્ય જીવ સૃષ્ટિ આધારિત વિવિધ પ્રકારના સંગ્રહ કરાયેલા 200 જેટલાં મેગેઝીન છે જે યંગસ્ટર્સ અને જાગૃત લોકોમાં વિનામૂલ્યે વાંચન કરવા આપીને વન્ય જીવોની સુરક્ષા અને સલામતી તેમ જ જાગ્રતિ ફેલાવવા માટેની અનોખી ઝુંબેશ ચલાવી રહ્યાં છે.

16 બચ્ચાનો રેકોર્ડ સીતા નામની વાઘણના નામે છે.

વન્ય જીવોની સુરક્ષા માટે સતત કાર્યરત અને અનોખી ઝુંબેશ ચલાવતા તુષાર શાહે જણાવ્યું કે, 16 બચ્ચાંઓને જન્મ આપવાનો અનોખો રેકોર્ડ પણ સીતા નામની વાઘણના નામે આજે પણ કાયમ છે.

મધ્યપ્રદેશના જંગલોમાં બાંધવગઢ ખાતે સીતા નામની વાઘણે ચાર ચાર વખત ચાર-ચાર બચ્ચાંઓને જન્મ આપી કુલ 16 બચ્ચાંઓને જન્મ આપ્યો હતો. જે બહુ નોંધનીય અને વિક્રમજનક વાત છે.

આ પણ વાંચોઃ પ્રદિપસિંહ જાડેજાનો શંકરસિંહ વાઘેલાને જવાબ – ‘ગુજરાતમાંથી દારૂબંધી નહીં હટે’

સામાન્ય રીતે વાઘનું સામાન્ય રીતે આયુષ્ય 17થી 18 વર્ષનું હોય છે અને આટલા વર્ષના આયુષ્યમાં આટલા બચ્ચાઓને જન્મ આપવા એ બહુ અસાધારણ અને આશ્ચર્યજનક ઘટના કહી શકાય પરંતુ કમનસીબ વાત એ છે કે, સને 1998માં સીતા નામની વાઘણને શિકારીઓએ મારી નાંખી હતી.