Gujarat Exclusive > દેશ-વિદેશ > પગાર આપવા માટે નથી રૂપિયા, દિલ્હી સરકારે કેન્દ્ર પાસેથી માંગ્યા 5000 કરોડ

પગાર આપવા માટે નથી રૂપિયા, દિલ્હી સરકારે કેન્દ્ર પાસેથી માંગ્યા 5000 કરોડ

0
856

કોરોના વાયરસ રોગચાળા સામે ઝઝૂમી રહેલી દિલ્હી સરકાર સામે પોતાના કર્મચારીઓને પગાર આપવાનો સંકટ ઉભો થઈ ગયો છે. દિલ્હી સરકારે કેન્દ્ર સરકાર પાસેથી 5000 કરોડ રૂપિયાની સહાયતા રકમ તાત્કાલીક ધોરણે માંગી છે, જેથી કર્મચારીઓને પગાર ચુકવી શકાય. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ બાબતે પ્રેસ કોન્ફ્રન્સ કરી જાણકારી આપી છે. જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જણાવ્યુ કે, કેન્દ્ર સરકારથી આગ્રહ છે કે, મુશ્કેલીના આ સમયમાં દિલ્હીના લોકોની મદદ કરે.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યુ કે, કર્મચારીઓના માત્ર પગાર અને ઓફિસ ખર્ચ માટે દર મહિને 3500 કરોડ રૂપિયાની જરૂર પડે છે. તેમણે જણાવ્યુ કે, દિલ્હીની આવક પર ખૂબ વધારે અસર થઈ છે. છેલ્લા બે મહિનામાં 500-500 કરોડ જીએસટીમાંથી પ્રાપ્ત થયા છે. અન્ય સ્ત્રોતોથી થયેલી આવકને પણ ઉમેરી દેવામાં આવે તો કુલ 1735 કરોડ રૂપિયાનું મહેસુલ પ્રાપ્ત થયુ છે.

નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યુ કે, કોરોના અને લોકકાઉનના કારણે દિલ્હી સરકારના ટેક્સ કલેકશનમાં લગભગ 85 ટકાનો ઘટાડો નોંધાયો છે. આવામાં સંકટ છે કે, અમે અમારા કર્મચારીઓને પગાર કેવી રીતે આપીએ. તેમણે જણાવ્યુ કે, તેના માટે લગભગ 5000 કરોડ રૂપિયાની જરૂર છે. નાણામંત્રીને પત્ર લખીને સહાયતા રકમ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે, જેથી દિલ્હી સરકાર પોતાના ડોક્ટર અને અન્ય કર્મચારીઓને વેતન આપી શકે.

સિસોદિયાએ જણાવ્યુ કે, કોઈ પણ જગ્યાએથી રેવન્યુ નથી મળી રહ્યુ અને કેન્દ્ર સરકારે રાહત ભંડોળ પેકેજ રાજ્યોને આપ્યા, તેમાંથી પણ દિલ્હીને કઈ જ ન મળ્યુ. ઉલ્લેખનિય છે કે, કોરોનાના કારણે દેશમાં લોકડાઉન અમલમાં છે. આ દરમિયાન જરૂરી વસ્તુની દુકાનો અને આવશ્યક સેવાઓને બાદ કરતા અન્ય બધા ઉદ્યોગ-ધંધાઓ બંધ છે. તેના કારણે રાજ્યોની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

કોરોના વાઈરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

ભારતની પુત્રી ચંદ્રબલી કોરોના વેક્સીનની શોધમાં ભજવી રહી છે મહત્વપૂર્ણ ભૂમિકા