Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં ઉભી કરાયેલી 900 બેડની ધન્વતરી કોવિડ હોસ્પિટલની અવ્યવસ્થા સામે રોષ

ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં ઉભી કરાયેલી 900 બેડની ધન્વતરી કોવિડ હોસ્પિટલની અવ્યવસ્થા સામે રોષ

0
37
  • ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં દર્દી દાખલ થાય તો તેની સ્થિતિ જાણવા માટે કોઈ હેલ્પલાઇન નહીં

  • ગંભીર દર્દીઓના પરિવારજનોએ સ્થિતિ જાણવા માટે ભારે જહેમત ઉઠાવે તો પણ સાચી માહિતી મળી શકતી નથી

અમદાવાદ: કેન્દ્ર સરકારના DRDO દ્વારા શહેરના ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં ઉભી કરાયેલી 900 બેડની ધન્વતરી કોવિડ હોસ્પિટલની અવ્યવસ્થા સામે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ખુલ્લી મુકાયેલી આ હોસ્પિટલમાં પર્યાપ્ત સ્ટાફ અને સુવિધાઓનો અભાવ હોવાની ફરિયાદો છે, ખાસ કરીને ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં દર્દી દાખલ થાય તો તેની સ્થિતિ જાણવા માટે કોઈ હેલ્પલાઇન નથી. આ હોસ્પિટલમાં ગંભીર દર્દીઓના પરિવારજનોએ સ્થિતિ જાણવા માટે ભારે જહેમત ઉઠાવે તો પણ સાચી માહિતી મળી શકતી નથી. આ હોસ્પિટલમાં તાકીદે દર્દીઓના સ્વાસ્થ્ય અંગે પરિવારજનોને માહિતી મળે તેવી વ્યવસ્થા ઉભી કરવી અનિવાર્ય બની ગઈ છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. શહેરમાં દૈનિક જેટલા દર્દીઓને હોસ્પિટલમાં એડમિશનની જરૂરુયાત હોય છે તેની સામે ઓક્સિજન બેડની કમી છે. આથી, શહેરમાં દર્દીઓને દાખલ થવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં ધન્વતરી કોવિડ હોસ્પિટલ શરૂ કરી હતી. આ હોસ્પિટલની ક્ષમતા 900 બેડની હતી પણ હજુ સુધી પૂર્ણ ક્ષમતાથી હોસ્પિટલ કાર્યરત નથી.

હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓના પરીવારજનો સુધી તેમના સ્વાસ્થ્યની માહિતી પહોંચી રહી નથી. એક વ્યક્તિ ખુદ કોરોના પોઝિટિવ છે, તેમના મમ્મી અને પપ્પા કોરોના પોઝિટિવ હોવાથી ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા છે પણ તેમની પાસે જે મોબાઈલ હતો તે સ્વીચ ઓફ આવે છે હવે પોતાના માતા-પિતાના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવવા માટે એડીચોટીનું જોર લગાડ્યું પણ માહિતી મળી ન હતી જેથી તેઓએ ખુદ હોસ્પિટલમાં જવાની ફરજ પડી હતી. મોટા ઉપાડે ધન્વતરી કોવિડ હોસ્પિટલ કાર્યરત તો કરી દેવાઈ છે પણ અવ્યવસ્થાથી લોકો ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat