Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > વ્યાજ દરોમાં કોઈ જ ફેરફાર નહીં, રેપો રેટ 4% પર યથાવત- RBI

વ્યાજ દરોમાં કોઈ જ ફેરફાર નહીં, રેપો રેટ 4% પર યથાવત- RBI

0
27

ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોદ્રિક નીતિ સમિતિ (MPC)ની ત્રણ દિવસની બેઠક આજે એટલે બુધવારે ખત્મ થઈ ગઈ. ભારતીય રિઝર્વ બેંકે વ્યાજ દરોમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. આના કારણે લોનની ઈએમઆઈ પર વધારે રાહત મળશે નહીં. રિઝર્વ બેંકે રેપોર્ટને 4 ટકા પર યથાવત રાખ્યો છે.

આજે સવારે 10 વાગે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આ બેઠકના પરિણામોની જાહેરાત કરી. ઉલ્લેખનિય છે કે, MPCની ત્રણ દિવસીય બેઠક 5 એપ્રિલે શરૂ થઈ હતી.

શક્તિકાંત દાસે કહ્યું કે, કોરોનાનું સંક્રમણ વધ્યો હોવા છતાં ઈકોનોમીમાં સુધારો થઈ રહ્યો છે. જોકે, હાલમાં જેવી રીતે કેસમાં ધારો થયો છે, તેમાં થોડી અનિશ્ચિત્તા વધી છે. પરંતુ ભારત પડકારોને પહોંચીવળવા માટે તૈયાર છે. તેમને કહ્યું કે, ફેબ્રુઆરીમાં છૂટક ફુગાવો (મોંઘવારી) પાંચ ટકાની ઉંચાઈ પર હોવા છતાં રિઝર્વ બેન્કના સુવિધાજનક દાયરામાં છે.

રિઝર્વ બેંકે રિવર્સ રેપો રેટને પણ 3.35 ટકા પર યથાવર રાખ્યો છે. રેપો રેટ તે દર હોય છે, જેના પર બેંકોને રિઝર્વ બેંકો પાસેથી ઉધાર (લોન) મળે છે, જ્યારે રિવર્સ રેપો દર તે રેટ હોય છે, જેના પર રિઝર્વ બેંક પોતાના પાસે બેંકો દ્વારા જમા પૈસા પર બેંકોને વ્યાજ આપે છે.

જીડીપીનો અનુમાન શું છે?

કોરોનાના વધતા કેસો છતાં રિઝર્વ બેંકે આ વર્ષ એટલે 2021-22 માટે જીડીપી ગ્રોથના અનુમાનને પણ 10.5 ટકા પર યથાવત રાખ્યો છે. એમપીસીએ પાછલી જાહેરાતમાં પણ જીડીપીનો આ જ અનુમાન રાખ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat