Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નિઝર તાલુકામાં તોફાની વરસાદ વચ્ચે વિજળી પડતા ખેડૂત અને બળદનું મોત

નિઝર તાલુકામાં તોફાની વરસાદ વચ્ચે વિજળી પડતા ખેડૂત અને બળદનું મોત

0
1360

ગુજરાતભરમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યોના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે, તે ઉપરાંત કેટલીક જગ્યાએ વિજળી પડવાના સમાચાર પણ સામે આવ્યા છે. આવા જ એક સમાચાર નિઝર તાલુકામાંથી આવી રહ્યાં છે. મળતી માહિતી અનુસાર નિઝરમાં વિજળી પડતા એક ખેડૂત અને બળદનું મોત થયું છે.

નિઝર તાલુકામાં આવેલ લક્ષ્મીખેડા ગામના ખેડૂત ગોમાભાઈ ભીમસિંગભાઈ વસાવા પોતાનું બળદગાડૂં લઈને ખેતરે ગયા હતા અને વાતાવરણ વરસાદી માહોલમાં બદલાતા તેઓ પરત ઘરે આવી રહ્યાં હતા તે દરમ્યાન ગામની સીમ નજીક જ વિજળી તેમના પર પડી હતી. આ ઘટનામાં ખેડૂત અને બે બળદો પૈકી એક બળદનું મોત થયું હતું.

આ ઘટનાને પગલે લક્ષ્મીખેડા ગામ અને આજુબાજુના ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છૂટો-છવાયો વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.