નવી દિલ્હી: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભારતીય જનતા પાર્ટી સાથે મુકાબલો કરવા માટે વિપક્ષી દળોને એક મંચ પર લાવવાના પ્રયાસ ઝડપી કર્યા છે. નીતિશ કુમાર NCPના પ્રમુખ શરદ પવારને મળ્યા હતા અને કહ્યુ કે 2024ની ચૂંટણી માટે તેમના ગઠબંધનના નેતાનો નિર્ણય પછી કરવામાં આવશે.
Advertisement
Advertisement
વિપક્ષી ગઠબંધનની વ્યાપક રૂપરેખા વિશે નીતિશ કુમારે કહ્યુ કે પહેલા સાથે આવવુ જરૂરી છે. JDUના નેતા નીતિશ કુમારે કહ્યુ કે ભાજપ વિરૂદ્ધ એક વિકલ્પ રજૂ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે, તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ “લોકો માટે કઇ કરતી નથી” નીતિશ કુમારે શરદ પવાર સાથે 30 મિનિટની બેઠક બાદ કહ્યુ, પવાર અને હું બન્ને તે વિપક્ષી તાકાતોને એકજુટ કરવા માંગીએ છીએ, જે ભાજપ સાથે નથી. ગઠબંધનના નેતાનો નિર્ણય પછી કરવામાં આવી શકે છે, પહેલા સાથે આવવુ જરૂરી છે.
બિહારમાં ભાજપ સાથે સબંધ તોડીને RJD અને અન્ય દળ સાથે સરકાર બનાવ્યા બાદ નીતિશ કુમાર નવી દિલ્હીમાં પોતાના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન વિપક્ષી નેતાઓને મળી રહ્યા છે. બિહારના મુખ્યમંત્રીએ કહ્યુ કે તે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા માટે એક વખત ફરી દિલ્હી આવશે, જે અંગત કારણોસર વિદેશ યાત્રા પર છે. નીતિશ કુમારે ભાકપા (માલે)ના નેતા દીપાંકર ભટ્ટાચાર્ય સાથે પણ મુલાકાત કરી હતી, જે તેમના સૌથી જૂના સહયોગીઓમાંથી એક છે.
Advertisement