Gujarat Exclusive > ગુજરાત > પેટ્રોલ-ડીઝલનો ભાવ વધતા નીતિન પટેલનું નિવેદન, પ્રજાને વધુ ભાર નહી પડે

પેટ્રોલ-ડીઝલનો ભાવ વધતા નીતિન પટેલનું નિવેદન, પ્રજાને વધુ ભાર નહી પડે

0
248

ગાંધીનગર: દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. નીતિન પટેલે પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા અંગે કહ્યુ કે, રાજ્યમાં વેટ ઓછો હોવાને કારણે ગુજરાતની પ્રજાને અમે ભાર પડવા દીધો નથી.

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે નીતિન પટેલે કહ્યુ કે, ” સૌથી પહેલા ગુજરાત સરકાર તરીકે, ગુજરાતના નાણા પ્રધાન તરીકે હું કહીશ કે આખા દેશની અંદર અત્યારે પેટ્રોલ-ડીઝલનો જે વેટ છે તેનો જે ટેક્સ છે આખા ભારતની અંદર ગુજરાતમાં ઓછો છે. મીડિયા-છાપામાં તમે જે જોવો છે અન્ય રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની જે કિંમતો છે તે આખા ગુજરાતમાં વેટ ઓછો હોવાને કારણે પ્રજાને ભાર પડવા દીધો નથી.”

વધુમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ કે,  બીજી જે અગત્યની વાત છે, ભારતમાં કુદરતી ક્રૂડ ઓઇલ વગેરે તેલ મળવાનું મર્યાદિત પ્રમાણમાં છે. ગઇકાલે વડાપ્રધાન મોદીએ જે માહિતી જાહેર કરી તે પ્રમાણે 85 ટકા કરતા વધુ ક્રૂડ ઓઇલ પ્રદેશથી આયાત કરવુ પડે છે. આવા સંજોગોમાં જે પહેલા 51-52 ડોલર બેલરની કિંમત હતી તે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ભાવ વધારો થયો તે 60 ડોલરથી વધુ થઇ છે એટલે સ્વાભાવિક છે કે તેની કિંમતમાં વધારો થયો છે. કોરોનાની મહામારીમાં સરકારોની આવક આખા દેશમાં ઘટી ગઇ પછી તે ભારત સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, પછી જે ખુબ મોટો ખર્ચો થયો, તેને ધ્યાનમાં રાખી વડાપ્રધાને બજેટમાં નિર્મલા સીતારમણે ખેડૂતોને મદદરૂપ થવા કૃષિ ઉત્પાદનમાં ભાવ સારા મળે તે માટે સેસ રાખી છે તેમાં પેટ્રોલ-ડીઝલ પણ આવે છે, સામે ભારત સરકારે એક્સાઇઝ જે હતી ક્રૂડ અને પેટ્રોલ-ડીઝલ કે ગેસ ઉપરની તેમાં ઘટાડો કરી દીધો છે એટલે પ્રજા પર કોઇ સીધો બોઝો એક્સાઇઝનો વધારાનો આવ્યો નથી. હું ચોક્કસ કહી શકું કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે ક્રૂડના ભાવ વધ્યા તે પેરેરલ આ ભાવ વધ્યા છે. આપણે આશા રાખીયે કે ક્રૂડ ઓઇલમાં આ ભાવ ઘટાડો ઝડપથી આવે.

નીતિન પટેલે વધુમાં કહ્યુ કે, વડાપ્રધાને કહ્યુ તેનો સ્પષ્ટ અર્થ છે, આપણે પરદેશી તેલની આયાત ઉપર નિર્ભર રહીયે તે ચાલે નહી. વડાપ્રધાને સોલાર એનર્જીનું કામ મોટાપાયે શરૂ કર્યુ છે. ગુજરાતમાં પણ આપણે 30 હજાર મેગાવોટ કરતા મોટા સોલાર પ્લાન્ટ નાખી રહ્યા છીએ, તેમાંથી વિજળી આવે તે સ્વાભાવિક છે કે પેટ્રોલ-ડીઝલના પ્લાન્ટ ચાલતા હોય તે સોલાર ઉપર ચાલે, એની ખપટ ઘટે, બહારથી આયાત ઓછુ કરવુ પડે, કિંમતી વિદેશી હુંડિયામણ ઘટાડી શકાય. આ બધુ અગાઉ યુપીએ સરકારે કર્યુ હોય તો આટલુ તેલ આયાત ના કરવુ પડ્યુ હોત. વડાપ્રધાનનું વિધાન સમજવુ જોઇએ, વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી ચારણકા અને બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં સોલાર પ્લાન્ટ રાખ્યા હતા. અત્યારે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં 30 હજાર મેગાવોટ કરતા વધુ સોલાર વિજળીનું ઉત્પાદન આપણે કરી રહ્યા છીએ. ઘરે ઘરે નાગરિકો સોલાર રૂફટોપનો ઉપયોગ કરે તે માટે સબસિડી પણ આપીયે છીએ.

આ પણ વાંચો:  મોદી સરકારનું અર્ધસત્યઃ વૈશ્વિક ક્રૂડ મોંઘુ જણાવે છે, તો પાકિસ્તાનમાં પેટ્રોલ ભારત કરતા અડધા ભાવે કેમ?

નીતિન પટેલને જ્યારે પૂછવામાં આવ્યુ કે તમે આંતરરાષ્ટ્રીય માર્કેટની વાત કરો છો, યુપીએ સરકારના સમયમાં ક્રૂડ ઓઇલના ભાવ બેરલના 130 ડોલર હતા અને અત્યારે 60 ડોલર ભાવ છે. નાયબ મુખ્યમંત્રીએ જવાબ આપતા કહ્યુ કે, યુપીએ સરકારનો વહિવટ તે લોકોએ કર્યો, તેમણે જ ખબર, કહીને વાતને હસી કાઢી પોતાનો બચાવ કર્યો હતો.”

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat