Gujarat Exclusive > ગુજરાત > શાહ આલમના પ્રદર્શનકારીઓ પર નીતિન પટેલે આપ્યું નિવેદન, કહ્યું- રાત્રે સૂઇ પણ નહીં શકે

શાહ આલમના પ્રદર્શનકારીઓ પર નીતિન પટેલે આપ્યું નિવેદન, કહ્યું- રાત્રે સૂઇ પણ નહીં શકે

0
2180

હિંમતનગર: છેલ્લા કેટલાક સમયથી દેશના અન્ય રાજ્ય સહિત ગુજરાતમાં પણ NRCઅને CAAનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ત્યાં દરેક નેતા આ વિષય પર નિવેદન આપી રહ્યાં હતા. અત્યારે જો કે માહોલ સામાન્ય બની ગયો છે. રાજ્યના હિંમતનગર શહેર ખાતે નવાનગરમાં સ્વખર્ચે બનાવેલા સંપના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યું હતું. આ કાર્યક્રમ નિતીન પટેલે NRCઅને CAA મુદ્દે અમદાવાદની શાહઆલમની ઘટનાને યાદ કરી કહ્યું કે, `તોફાની તત્ત્વો માટે સરકાર ગંભીરતા દાખવી રહી છે. ઝડપાયેલા આરોપીઓ જેલમાં જતી વખતે મીડિયા સામે તેઓ હસતાં હસતાં જતા હતા, પરંતુ હાલમાં તેઓ રિમાન્ડ પર છે અને જ્યારે છૂટશે ત્યારે તેઓ ઘેર જઇને સપ્તાહ સુધી સૂઈ પણ નહીં શકે અને પડખા પણ નહીં ફેરવી શકે.’

ઉલ્લેખનીય છે કે, 19 ડિસેમ્બર 2019ના રોજ શાહઆલમમાં CAAના વિરોધમાં થયેલા પથ્થરમારામાં કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર શહેજાદખાન પઠાણ સહિત 70 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

પેન્શન માટે વારંવાર રજૂઆતો બાદ ઉકેલ ન મળતા રાજ્યના પૂર્વ MLA ધરણાં પર ઉતરશે