Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > લવ જેહાદ કાયદા મુદ્દે નીતિન પટેલનું મોટું નિવેદન

લવ જેહાદ કાયદા મુદ્દે નીતિન પટેલનું મોટું નિવેદન

0
111
  • જરૂર પડશે તો ગુજરાત સરકાર લવ જેહાદનો કાયદો લાવવા વિચારણા કરાશે Nitin Patel Love jihad Law

  • આપણી સંસ્કૃતિનું રક્ષણ આપણે જ કરવાનું છે- નીતિન પટેલ

અમદાવાદ: ઉત્તર પ્રદેશમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો બન્યા પછી ગુજરાતમાં પણ કાયદા બનાવવાની માંગ ઉઠી છે. આ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રામ મંદિર નિર્માણ નિધિ અભિયાનના એક કાર્યક્રમમાં જણાવ્યું કે આપણી સંસ્કૃતિનું રક્ષણ આપણે જ કરવાનું છે. શા માટે લવજેહાદ વિરોધી કાયદાઓની જરૂર પડે છે? શા માટે વિધર્મી યુવાનો આપણી બહેન-દિકરીઓ પર નજર બગાડે છે. કેટલીક સંકુચિત માનસિકતા વાળા પોતાના ધર્મ સિવાય બીજા કોઈનું અસ્તિત્વ રહેવા દેવા માંગતા નથી, પણ આવું નહીં થાય. ભગવા ઝંડાની આપણી ભારતીય સંસ્કૃતિ હંમેશા રહેશે. હજારો વર્ષોથી આ સંસ્કૃતિ ચાલતી આવી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે કેટલાક વિધર્મી યુવાનો હિન્દુ છોકરીઓને ફોસલાવીને લગ્ન કરી લે છે અને સરકારના ધ્યાનમાં આવ્યા બાદ એ દિકરીઓ દુઃખી થાય છે. તેનાથી સમાજમાં પણ દુર્ભાવના ફેલાય છે. આવા લોકોના કારણે જુદા જુદા ધર્મ, સંપ્રદાય વચ્ચે અશાંતિ ફેલાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે કેટલાક નબળી અને સંકુચિત માણસો વિચારે છે કે અમારો ધર્મ સિવાય કોઈ નહિ રહી શકે. તેઓ સાંભળી લે કે હિન્દૂ ધર્મ સનાતન રહેવાનો છે. હવે તો ભારતવાળાને વિઝા આપવા જ પડે તેવું અમેરિકામાં થઇ ગયું છે. Nitin Patel Love jihad Law

ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સરકારે આ અંગે કાયદો બનાવ્યો છે. આ પ્રમાણેનો કાયદો બનાવવા ગુજરાત સરકાર સમક્ષ અનેક વ્યક્તિઓ, સંગઠનોએ રજૂઆત કરી છે. બે રાજ્યોના કાયદાઓ, અસરકારતા અંગે અભ્યાસ ચાલી રહ્યો છે. ભવિષ્યમાં જરૂર પડે તો ગુજરાત સરકાર લવ જેહાદનો કાયદો લાવવા વિચારણા કરશે. એમ નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતુ. Nitin Patel Love jihad Law

આ પણ વાંચો: “સોગંદ રામ કી મંદિર વહી બનાયેંગે” રામભક્તોનો એ શંકલ્પ પૂરો થશે: મનસુખ વસાવા

નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે બિનસાંપ્રદાયિકતાની વાતો કરવાથી આજે જવાહરલાલ નેહરૂ ભૂલાઈ ગયા છે. જ્યારે સોમનાથ મંદિર બનાવીને સરદાર પટેલ અમર થઈ ગયા છે. ભગવા ઝંડાની આપણી સંસ્કૃતિ છે જે હંમેશા રહેવાની છે. પરંતુ કેટલાક નબળી માનસિકતાવાળા લોકો આ વાતને સમજી નથી શકતા. જ્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે લોખંડ ઉઘરાવ્યું ત્યારે પણ કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ભંગારનો ભૂક્કો કહ્યું હતું. આવા જ કેટલાક લોકો હવે રામ મંદિરમાં એવી જ વાતો કરશે. પરંતુ આવા લોકોની વાતોથી ગેરમાર્ગે ન દોરાવવા હિન્દુોને અપીલ કરી હતી. Nitin Patel Love jihad Law

ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશના અયોધ્યા રામકોટમાં 2.7 એકરમાં 57.400 વર્ગ ફૂટ વિસ્તારમાં લગભગ 2200 કરોડના ખર્ચે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનનું ભવ્ય મંદિર નિર્માણ પામશે. શ્રી રામ ભગવાનના મંદિરના જીર્ણોદ્ધાર માટે 15 મી જાન્યુઆરીથી 27 મી ફેબ્રુઆરી દરમિયાન નિધિ સમપર્ણ અભિયાન કાર્યક્રમ યોજવાનો છે. ગુજરાતમાંથી લોકો દિલ ખોલીને દાન આપી રહ્યા છે. Nitin Patel Love jihad Law

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9