Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પેટા ચૂંટણીની જીતને લઈ નીતિન પટેલનું મોટુ નિવેદન

પેટા ચૂંટણીની જીતને લઈ નીતિન પટેલનું મોટુ નિવેદન

0
264

ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો પર 3જી નવેમ્બરે પેટાચૂંટણી યોજાવવાનું ચૂંટણી કમિશ્નર તરફથી જાહેર કરી દેવામાં આવ્યું છે. જેથી બન્ને પક્ષોમાં હાલ ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. સીઆર પાટીલે આઠ બેઠકો પર જીતનો દાવો પણ કર્યો છે. તો બીજી બાજુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે,ભારતીય જનતા પક્ષ દ્વારા અને અમારી સરકાર દ્વારા આ ચૂંટણી લડવા માટે અને વિજય મેળવવા માટે તૈયારી કરી ચૂક્યા છે. કોંગ્રેસ પ્રજાના કામો કરી શકાતા નથી તેવી લાગણી સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ જુદા જુદા તબક્કે રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસના નેતૃત્વ સામે અને જૂથમાં સામે અને ધારાસભ્યોની અવગણના બેથી ત્રણ નેતાના વર્ચસ્વતા સામે રાજીનામા આપ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પર 3 નવેમ્બરે ચૂંટણી યોજાનાર છે. બંને પક્ષો આજથી પેટાચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયું છે. ત્યારે જાહેરાત બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણીપંચ દ્વારા આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીને ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: 12 રાજ્યોની 57 સીટો પર પેટાચૂંટણી, જાણો કઇ સીટો પર મતદાન નહીં

ગુજરાતમાં ઘણા સમયથી રાહ જોવામાં આવતી હતી. ભારતીય જનતા પક્ષ દ્વારા અને અમારી સરકાર દ્વારા આ ચૂંટણી લડવા માટે અને વિજય મેળવવા માટે તૈયારી કરી ચૂક્યા છે. કોંગ્રેસ પ્રજાના કામો કરી શકાતા નથી તેવી લાગણી સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ જુદા જુદા તબક્કે રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસના નેતૃત્વ સામે અને જૂથમાં સામે અને ધારાસભ્યોની અવગણના બેથી ત્રણ નેતાના વર્ચસ્વતા સામે રાજીનામા આપ્યા હતા.

તેઓએ વધુમાં જણાવ્યું કે, તમામ 8 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થશે. 8 બેઠકોના ઉમેદવાર કોને બનાવવા અને કોને લડાવવા એ ભાજપનું પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પ્રકારે કામગીરી ચાલી રહી છે, તેનો ફાયદો ભાજપના ઉમેદવારોને મળશે. આ તમામ કોંગ્રેસની બેઠકો છે, તેથી જે ગુમાવશે તે કોંગ્રેસ ગુમાવશે. કોંગ્રેસ હવે લોકોને ગુમરાહ કરશે.

મંત્રી બચૂ ખાબડ પરના આક્ષેપ ઉપર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ઘટના શું છે તેની જાણકારી મારી પાસે નથી. પણ સરકાર પારદર્શકતાથી ચાલે છે અને એ અંગે યોગ્ય તપાસ થાય એ પ્રકારે સરકાર કામગીરી કરી રહી છે.

8 બેઠકો પર ચૂંટણી જીતવા પાટીલનો દાવો

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે દાવો કર્યો છે કે ત્રીજી નવેમ્બરે રાજ્યમાં યોજાનારી આઠેય વિધાનસભાની બેઠક ભાજપ જીતશે અને આ વિજય પક્ષ માટે દીવાળીની ભેટ ધરીશું. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના જ વિધાનસભ્યો તેમનાથી નારાજ હોવાના લીધે તેમનો પક્ષ છોડી રહ્યા છે. તેની સામે ભાજપ આ બેઠક ખાલી પડી ત્યારથી તેને જીતવા માટે તૈયારી કરી રહ્યુ છે.

તેમને પૂછવામાં આવ્યું કે ભાજપ જે આઠેય બેઠકો જીતવાનો દાવો કરે છે તે બેઠકો બધી કોંગ્રેસની છે અને તેઓ કયા આધારે આ બેઠકો જીતવાનો દાવો કરે છે.આના જવાબમાં સી.આર. પાટિલે જણાવ્યું હતું કે ભાજપના કાર્યકરો ઉત્સાહથી સજ્જ છે. તેની સામે સતત પરાજયના લીધે કોંગ્રેસમાં નિરાશા છે.

આ પણ વાંચો: પાટિલની પરીક્ષાઃ આઠેય બેઠકો જીતવાનો દાવો, હાર્દિક સામનો કરવા સક્ષમ?

ભાજપના દાવા સામે કોંગ્રેસના હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે આ જે બેઠકો પર ચૂંટણી યોજાવવાની છે તે બધી કોંગ્રેસની જ છે. કોંગ્રેસે તે જાળવવા માટે મહેનત કરવાની છે. તેની સામે ભાજપે તેમા વિજય મેળવવા વધારે પુરુષાર્થ કરશે. ભાજપની અણઘડ નીતિઓથી પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે અને તેનું પ્રતિબિંબ આ પેટાચૂંટણીમાં જોવા મળશે.

તેમનું કહેવું હતું કે ભાજપ પાસે નેતૃત્વ છે, અમારો અભિગમ ફક્ત ચૂંટણીલક્ષી ન રહેતા પ્રજાલક્ષી છે અને તેના લીધે જ અમે વારંવાર ચૂંટાઈ રહ્યા છીએ. અમારી પ્રજાલક્ષી કામગીરીના આધારે અમે આ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ. તેની સામે કોંગ્રેસ લોકોના પ્રશ્નોને વાચા આપવાની બાજુએ રહી પોતાના વિધાનસભ્યોનો પણ અવાજ સાંભળતી નથી. ભાજપના વિકાસકાર્યોને પ્રજા જોઈ રહી છે અને કોંગ્રેસમાં પણ નેતૃત્વના મુદ્દે જે કમઠાણ મચ્યુ છે તે બધાની સામે છે.