ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં લઇને વીકેન્ડ કરફ્યૂ લગાવવાની વાત માત્ર અફવા હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે. નીતિન પટેલે કહ્યુ કે, વીકએન્ડમાં ફુલ કરફ્યૂનો હાલ કોઇ નિર્ણય નથી થયો, કોઇ અફવામાં ના આવો.
નીતિન પટેલે કહ્યુ કે, અમદાવાદ, વડોદરા,સુરત અને રાજકોટમાં વીકએન્ડ કરફ્યૂ નહી લાગે. જરૂરીયાત પ્રમાણે નિર્ણય લેવાશે. નીતિન પટેલે કહ્યુ કે, નાના લોકોના ધંધાનું પણ વિચારવાનું હોય છે માટે આવી કોઇ અફવામાં તમારે ના આવવુ જોઇએ. નીતિન પટેલે કહ્યુ કે ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ ચાલુ રહેશે. તમિલનાડુ-દિલ્હી કરતા સ્થિતિ સારી છે. બીજા રાજ્યો કરતા ગુજરાતની સ્થિતિ સારી છે.
આ પણ વાંચો: ડે. CM નીતીન પટેલનું કોરોના રસી મુદ્દે મોટું નિવેદન, ટ્રાયલ વિશે શું કહ્યું?
નીતિન પટેલે કહ્યુ કે, ગરીબ અને મધ્યમ વર્ગનું પણ સરકારે ધ્યાન રાખવાનું હોય છે, સોશિયલ મીડિયા પર ચાલતી અફવાઓ પર ધ્યાન ના આપો. નીતિન પટેલે મહારાષ્ટ્ર જતા યાત્રીઓને કોરોના ટેસ્ટ કરાવવાનું કહ્યુ છે. સાથે જ કહ્યુ કે તમિલનાડુ અને દિલ્હી જેવા બીજા રાજ્યોની તુલનામાં ગુજરાતની સ્થિતિ ઘણી સારી છે. ગુજરાતમાં એક્ટિવ કેસ 3.6 ટકા છે અને અન્ય રાજ્ય કરતા ગુજરાતમાં એક્ટિવ કેસ ઓછા છે. ગુજરાતમાં 13,600 એક્ટિવ કેસ છે. સાથે જ માસ્ક પહેર્યા વગર બહાર ના નીકળવાની સલાહ પણ નીતિન પટેલે આપી હતી.
નીતિન પટેલે વેક્સીનને લઇને કહ્યુ કે, વેક્સિન માટે રોજ 20 જેટલા સ્વયંસેવકોને બોલાવવામાં આવશે. દિવસમાં બે વખત વેક્સિન ડોઝ આપવામાં આવશે. જાતજાતની અફવાઓ નુકસાનકારક છે. વિશ્વભરમાં વેક્સિનના ટ્રાયલ ચાલી રહ્યા છે. વેક્સિન ગમે તે દેશમાં બને પરંતુ ઉત્પાદનની વ્યવસ્થા ફક્ત ભારત પાસે જ છે.