Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BREAKING: નિતિન પટેલ પર ચપ્પલ ફેંકનાર યુવકને વડોદરા પોલીસે ઝડ્પયો

BREAKING: નિતિન પટેલ પર ચપ્પલ ફેંકનાર યુવકને વડોદરા પોલીસે ઝડ્પયો

0
379

વડોદરા: સોમવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ પર કોઇકે ચપ્પલે ફેંકી હતી. આ ઘટના બાદ પોલીસ તંત્ર તરત હરકતમાં આવી ગયુ હતુ અને આજે વડોદરા પોલીસે રશ્મિન નામના યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. nitin patel chappal gujarat news

કરજણ વિધાનસભા વિસ્તારમાં રાજ્યના મુખ્યમંત્રી નિતિન પટેલે ભાજપના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. તે બાદ નિતિન પટેલે મિડિયાને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન કોઇકે નિતિન પટેલ તરફ ચપ્પલ ફેંકી હતી. જોકે સદનસીબે આ ચપ્પલ ખાનગી ચેનલના બૂમ પર લાગી હતી. આ ઘટનામાં રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા હતા. પ્રદિપસિંહ જાડેજાએ વડોદરાના એસપી અને રેન્જ આઈજીને આ ઘટનાને લઈ તપાસ કરવા માટેની સૂચના આપી હતી. ડેપ્યુટી CM નીતિન પટેલ પર ચપ્પલ ફે્ંકનાર આરોપીની પોલીસે 28 ગામોમાં શોધખોળ હાથ ધરી હતી. nitin patel chappal gujarat news

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ પર ચપ્પલ ફેંક્યાની ઘટના પર ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતુ. નિતિન પટેલે જણાવ્યું હતુ કે કરજણ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અર્થે મારી જાહેરસભામાં હજારોની લોકોની મેદની ઉમટી પડી હતી. જે જોઇને કોઇ વિરોધીઓને એ બાબત ગમી નહીં હોય અને તેણે આ કૃત્ય કર્યું હોય શકે છે.nitin patel chappal gujarat news

પ્રવચન તેમજ આભાર વિધિ પછી હું મંચ પરથી નીચે ઉતર્યો ત્યારે આ ઘટના બની હતી. શરૂઆતમાં મને એવું લાગ્યું કે કોઈ કે, કશું નાખ્યું છે, પરંતુ, પાછળથી ખબર પડી છે, ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. આ બતાવે છે કે, મારા વિરોધીઓ ચૂંટણી હારી જવાના બીકે તથા સભામાં વિશાળ જનમેદની જોઇને વિચલિત થયેલા લોકોએ આ કૃત્ય કર્યું હતું. nitin patel chappal gujarat news

આ પણ વાંચો: નીતિન પટેલ પર ચપ્પલ ફેંકનાર આરોપીની પોલીસ દ્વારા 28 ગામોમાં શોધખોળ શરુ 

વિરોધીઓ દ્વારા જ આવું કૃત્ય કરવામાં આવી શકે Nitin Patel nitin patel chappal gujarat news

નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા આવા છમકલા કે, કાંકળીચારાને ચલાવી લેશે નહીં. હાલ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે રીતે વિકાસ કરી રહી છે, તેમજ પક્ષના કાર્યકર્તાઓ જે કામ કરી રહ્યા છે, એનાથી વિરોધપક્ષો બેબાકળા બન્યા છે. nitin patel chappal gujarat news

કોરોનાની મહામારીમાં પણ પક્ષના કાર્યકર્તાઓ અને પ્રતિનિધિઓએ  લોકોની વચ્ચે જઈને તેમની સેવા કરી હતી. પ્રજા આ વસ્તુ બધુ બરાબર રીતે સમજે છે. જેથી તમામ 8 વિધાનસભા બેઠક પર અમારો વિજય થશે. પ્રશ્નના જવાબમાં આ કૃત્ય કોણે કર્યું છે, તેનો સીધો જવાબ આપવાના બદલે નીતિન પટેલે જણાવ્યું કે, કોણે કરાવ્યું તેનું અનુમાન હું ન લગાવી શકું, પરંતુ, વિરોધી હોય તે જ આવું કૃત્ય કરી શકે છે. આ રાજકીય વ્યક્તિએ કર્યું અથવા કરાવ્યું હોઈ શકે છે. nitin patel chappal gujarat news

આ પણ વાંચો: BREAKING: ભરુચમાં બેનામી રુ.25 લાખ જપ્ત, કરજણના કોંગ્રેસી ઉમેદવાર કિરિટ સિંહને પહોંચાડવાના હતાઃ પોલીસ

ચપ્પલ ફેંકનાર આરોપીની પોલીસ દ્વારા શોધખોળ શરુ  Nitin Patel nitin patel chappal gujarat news

કરજણના કુરાલી ગામમાં નીતિન પટેલ કરજણમાં ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરતા હતા તે દરમિયાન ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. ચપ્પલ ફેંકનારા વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ નથી. આ ઘટના બાદ ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ પોલીસની હાજરીમાં બન્યો હતો તેમ છતાં ચપ્પલ ફેકનાર યુવક ફરાર થઈ ગયો હતો આ ફરાર થયેલા યુવકની હવે પોલીસ શોધખોળ કરી રહી છે. ચપ્પલ ફેંકાયા બાદ નાયબ મુખ્યમંત્રીની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો હતો. nitin patel chappal gujarat news