Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > લોકડાઉન 4.0ને લઈ નીતિન પટેલનું મોટું નિવેદન

લોકડાઉન 4.0ને લઈ નીતિન પટેલનું મોટું નિવેદન

0
5309

લોકડાઉન 4.0માં ગુજરાતમાં લોકોને સરકાર દ્વારા સારી એવી છુટછાટ આપવામાં આવી છે. પરંતુ ઘણા એવા વિસ્તારો હજી પણ એવા છે કે, જયાં સરકાર દ્વારા જાહેર કરેલી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું નથી. ત્યારે આ લોકો સામે ડે. સીએમ નીતિન પટેલે પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, જો લોકડાઉન 4.0માં સરકારે બનાવેલી ગાઈડલાઈનના નિયમ નહીં પાળો તો આરોગ્ય અને લોકડાઉનનું જોખમ છે.

રાજયમાં લોકડાઉન 4.0માં સરકારે દ્વારા છુટછાટ આપવામાં આવી છે. પરતું ઘણા વિસ્તારો હજી પણ એવા છે કે, લોકો સોશિયલ ડિસ્ટન્સ જાણવતા નથી અને મોઢા પર માસ્ક પર પહેરતા નથી. તે લોકોને ચેતવણી આપતા આજ રોજ નીતિન પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, લોકડાઉન 4.0માં સરકારે બનાવેલી ગાઈડલાઈનના નિયમ નહીં પાળો તો આરોગ્ય અને લોકડાઉનનું જોખમ છે. જનતા નિયમોનું પાલન નહીં કરે તો ફરી લોકડાઉન કરવુ પડશે તેમ પણ જણાવ્યું છે.

જો કે, હાલ રાજયમાં આત્મનિર્ભર લોનનાં ફોર્મ મેળવવા માટે બેંકોની બહાર મોટી મોટી લાઈનો જોવા મળે છે. 45 ડિગ્રી ગરમીમાં લોકો કલાકો લાઈનમાં ઉભા જોવા મળી રહ્યા છે. તેવામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આત્મનિર્ભર ફોર્મને લઈને મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે જણાવ્યું છે કે, આત્મનિર્ભર યોજનામાં બધાને લોન નહીં મળે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, આત્મનિર્ભર યોજનામાં બધાને લોન નહીં મળે. લોન માટે બેંકને બે જામીન આપવા પડશે. બેંકને પણ પોતાના પૈસાની ચિંતા હોય. તારણ કોઈએ નથી આપવાનું એવી જાહેરાત છે. રાજ્ય સરકાર આર્થિક સંકડામણમાં છે તેવું પણ નીતિન પટેલે જણાવ્યું હતું. અને લોકડાઉનમાં છૂટછાટ એ કેલ્ક્યુલેટિવ રિસ્ક છે હોવાનું નીતિન પટેલ કહ્યું હતું.

અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસના 8 જવાન કોરોનાનો શિકાર

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનો વધી રહેલા કેસને જોતા હવે તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. જયારે કોરોના સામે લડી રહેલા પોલીસ જવાનો એક પછી એક કોરોનાની ચપેટમાં આવતા પોલીસબેડામાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે આજ રોજ અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસના 8 પોલીસ જવાનના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હાલ આ તમામ પોલીસ કર્મીને હોટેલમાં ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસના 8 જવાન કોરોનાનો શિકાર