Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > નીતિ આયોગ અને નાણાં મંત્રાલયની નારાજગીને નજર અંદાજ કરીને અદાણીને 6 એરપોર્ટ સોંપાયા!

નીતિ આયોગ અને નાણાં મંત્રાલયની નારાજગીને નજર અંદાજ કરીને અદાણીને 6 એરપોર્ટ સોંપાયા!

0
910

Airport Privatization: અદાણી ગ્રુપે (Adani Group) દેશનું બીજું સૌથી મોટું મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પણ એક્વાયર કરી લીધુ છે. એરપોર્ટ ઓથૉરિટીએ (Airport Authority Of India) 12 જાન્યૂઆરીએ તેના ટેકઓવરને મંજૂરી આપી દીધી છે. અમદાવાદના અદાણી ગ્રુપે 6 એરપોર્ટ માટે સૌથી મોટી બોલી લગાવી છે.

2019માં થયેલા બિડિંગની પ્રક્રિયા પર નીતિ આયોગ (Niti Aayog) અને નાણાં મંત્રાલયે (Finance Ministry) નારાજગી વ્યક્ત કરી હતી કે, એક જ કંપનીને (Adani Group) 6 એરપોર્ટ ના આપવા જોઈએ, પરંતુ તેને નજરઅંદાજ કરવામાં આવી હતી.

‘ધી ઈન્ડિયન એક્સપ્રેસ’ના મીડિયા રિપોર્ટ મુજબ, NDA સરકારના સૌથી મોટા ખાનગીકરણ કાર્યક્રમ (Airport Privatization) અંતર્ગત અમદાવાદ, લખનઉ, મેંગલોર, જયપુર, ગુવાહાટી, તિરુવનંતપુરમ એરપોર્ટ માટે બોલી લગાવવામાં આવી હતી. કેન્દ્ર સરકારની પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ એપ્રેઝલ કમિટી (PPPAC)એ સિવિલ એવિએશન મિનિસ્ટ્રી સાથે 11 ડિસેમ્બર 2018ના આ પ્રસ્તાવ પર ચર્ચા કરી હતી.

આ મિટિંગ દરમિયાન નાણા મંત્રાલય (Finance Ministry) તરફથી કહેવામાં આવ્યું હતું કે, કોઈ એક જ કંપનીને બે થી વધારે એરપોર્ટ ના આપવા જોઈએ. આ મામલે નાણાં મંત્રાલયે દિલ્હી અને મુંબઈ એરપોર્ટના (Mumbai Airport) પ્રેસિડન્ટનો પણ સંપર્ક કર્યો હતો. અહી GMR માત્ર યોગ્ય બિડર હતો, પરંતુ બન્ને એરપોર્ટ તેને નહતા સોંપવામાં આવ્યા.

આ પણ વાંચો:  Army Day 2021: કેમ આજે જ મનાવાય છે ‘સેના દિવસ’? જાણો આ દિવસનો ઈતિહાસ

આ દિવસે જ નાણાં મંત્રાલયના સૂચન બાદ નીતિ આયોગે (Niti Aayog) પણ ચિંતા વ્યક્ત કરી હતી. નીતિ આયોગનું કહેવું છે કે, PPPનો મેમો સરકારની નીતિના વિરુદ્ધ છે. જે બિડર પાસે ટેક્નિકલ ક્ષમતા નહીં હોય, તે સરકારની પ્રતિબદ્ધતા અનુસાર સર્વિસ પૂરી નહીં પાડી શકે.

નાણાં મંત્રાલયના (Finance Ministry) સેક્રેટરી એસસી ગર્ગની અધ્યક્ષતા ધરાવતા PPAC તરફથી કહેવામાં આવ્યું કે, પહેલા જ નિર્ણય કરી લેવામાં આવ્યો છે કે, પહેલાના અનુભવોને બિડિંગનો આધાર નહીં બનાવવામાં આવે. બિડ જીતવા માટે એક વર્ષ બાદ અદાણી ગ્રુપે અમદાવાદ, મેંગલુરુ અને લખનઉ એરપોર્ટના કન્સેશન એગ્રીમેન્ટ પર સાઈન કરી દીધી. બોલીના મામલે અદાણી ગ્રુપે (Adani Group) GMR ગ્રુપ, જ્યૂરિક એરપોર્ટ અને કોચ્ચિ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડને ઘણાં જ પાછળ છોડી દીધા. આથી 50 વર્ષ માટે 6 એરપોર્ટનું સંચાલન કરવાનો અધિકાર અદાણી ગ્રુપને મળી ગયો.

 

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9