Gujarat Exclusive > દેશ-વિદેશ > નીતિ આયોગ નવી સરકારને સોંપશે 100 દિવસનો એક્શન પ્લાન, ખેતી પર રહેશે વિશેષ ભાર

નીતિ આયોગ નવી સરકારને સોંપશે 100 દિવસનો એક્શન પ્લાન, ખેતી પર રહેશે વિશેષ ભાર

0
244

મોદી સરકારમાં યોજના આયોગનો ભંગ કરીને તેની જગ્યાએ બનાવવામાં આવેલ નીતિ આયોગ 23મીં મેંના રોજ ચૂંટણી પરિણામ બાદ બનનારી નવી સરકાર માટે એક્શન પ્લાન બનાવી રહ્યું છે, જે શરૂઆતના 100 દિવસો માટે હશે. નીતિ આયોગ ખેતી, જળ સંશાધન, પોષણ અને સ્વાસ્થ્ય, શિક્ષા અને અન્ય સમસ્યાઓના પડકાર અને તેમના સમાધાન અંગે યોજના ઘડવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નીતિ આયોગ આ એક્શન પ્લાનને અંતિમરૂપ આપવામાં જોતરાયું છે.

આયોગે વિસ્તાર મુજબ સમસ્યાઓ અને તેમના સમાધાન બાબતે એક યોજના તૈયાર કરી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, સરકાર બન્યા બાદ નીતિ આયોગ દેશના નવા પ્રધાનમંત્રી સમક્ષ તેનું પ્રેજેટેંન્સન આપશે. સુત્રોનું માનીએ તો. એવા કાર્યો પર વિશેષ ભાર મૂકવામાં આવશે, જેને 100 દિવસની અંદર શરૂ કરવામાં આવી શકે છે અથવા પૂરા કરી શકાય છે.

ખેતી અને પીવાના પાણી પર વિશેષ ભાર
યોજનાને પૂરા કરવા સબંધિત વિભાગો માટે મર્યાદા નક્કી કરીને લક્ષ્ય નક્કી કરવામાં આવી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, 100 દિવસના એક્શન પ્લાનમાં ખેતી અને પીવાના પાણી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને તમામ પરિવારોને સ્વચ્છ પીવાનું પાણી પૂરૂ પાડવા માટે ખાસ વ્યુહરચના ઘડવામાં આવી છે.

PMO સાથે નીતિ આયોગની બેઠક
આધારભૂત સુત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રસ્તાવિત એક્શન પ્લાનને લઈને નીતિ આયોગના અધિકારીઓએ પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારીઓ સાથે બેઠક કરી છે. હાલ તેને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. 23મીં મેંના રોજ લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ જેવી કેન્દ્રમાં નવી સરકાર આવશે, કે નીતિ આયોગના અધિકારીઓ PM સમક્ષ બેઠકમાં આ યોજનાનું પ્રેજેન્ટેશન આપશે.

સમીક્ષા બાદ અનેક સૂચનો સામેલ કરવામાં આવ્યા
ભાજપના દાવાઓની માનીએ તો, મોદી સરકારમાં 100થી વધુ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. હાલની યોજનાઓ અને કલ્યાણકારી કાર્યક્રમોની સમીક્ષા કર્યા બાદ આ 100 દિવસના એક્શન પ્લાનમાં સૂચનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, સામાન્ય બજેટ 2019-20ની જાહેરાતોમાં પણ આ એક્શન પ્લાનની અસરો જોવા મળશે. નવી સરકાર જુલાઈમાં નાણાંકિય વર્ષ 2019-20નું સામાન્ય બજેટ રજૂ કરશે.