Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > નિત્યાનંદ આશ્રમ કેસ: DPSના મંજુલા શ્રોફ અને હિતેન વસંત ફરાર, જામીન માટે કરી અરજી

નિત્યાનંદ આશ્રમ કેસ: DPSના મંજુલા શ્રોફ અને હિતેન વસંત ફરાર, જામીન માટે કરી અરજી

0
240

અમદાવાદ: કુકર્મી નિત્યાનંદ આશ્રમ કેસમાં DPSના સંચાલક મંજુલા પૂજા શ્રોફ અને હિતેન વસંત ધરપકડથી બચવા માટે કોર્ટમાં જામીન અરજી કરી છે. DPS સ્કૂલમાં ચાલતા નિત્યાનંદના આશ્રમ મામલે CBSE બોર્ડે અને હવે રાજ્ય શિક્ષણ બોર્ડે પ્રાથમિક શિક્ષણની માન્યતા રદ કરી છે. DPS ઇસ્ટ સ્કૂલે ખોટા પુરાવાઓના આધારે NOC મેળવતા સ્કૂલના સંચાલકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

DPS સ્કૂલના સંચાલકોએ કરી જામીન અરજી

DPSના સંચાલક મંજુલા પૂજા શ્રોફ અને હિતેન વસંત ફરાર થઇ ગયા છે. આ બન્ને સંચાલકોના ઘરે ખંભાતી તાળા લાગેલા જોવા મળ્યા હતા. DPS સ્કૂલના સંચાલકોએ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે.

DPSના સંચાલકોની થઇ શકે છે ધરપકડ

શાળામાં ચાલતા આશ્રમ અને બાળકોને ગોંધી રાખવા માટે શરૂ કરાયેલી તપાસને ભરમાવવા માટે એન.એ. જેવી બાબતમાં મંજૂલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆ વિરૂદ્ધ અમદાવાદ રૂરલમાં ફરિયાદ દાખલ કરાવીને મામલાને બધી જ રીતે પતાવી દેવાનો કારસો રચી નાખ્યો છે. તે ઉપરાંત આ આખા ષડયંત્રમાં નિત્યાનંદ પછી જે મુખ્ય ષડયંત્રકર્તા છે, તેવા મંજૂલા શ્રોફને સહઆરોપી બનાવી દેવામાં આવ્યા છે.

DPS સ્કૂલની માન્યતા રદ થતા આશ્રમ ખાલી કરાયો, નિત્યાનંદની તસવીર લઇને ચાલ્યા સાધ્વી