- તો 27 રૂપિયા પ્રતિ લીટર થઈ જાય પેટ્રોલ-ડીઝલ!
- પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહ્યો છે ભડકો? સમજો ભાવવધારાનું ગણિત
- રાજ્ય અને કેન્દ્ર સરકાર ટેક્સની કિંમતમાં બાંધછોડ માટે નથી તૈયાર!
નવી દિલ્હી: છેલ્લા થોડા દિવસોથી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે વિપક્ષ સતત સરકારની નીતિઓની ટીકા કરી રહ્યું છે. એવા સમયે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મોટું નિવેદન આપ્યું છે. નિર્મલા સીતારમણે જણાવ્યું કે, પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમતો એક મોટી સમસ્યા છે. જેમાં કિંમતો ઓછી કરવા સિવાય કોઈ પણ જવાબ કોઈને સંતુષ્ટ નહીં કરી શકે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બન્નેએ ગ્રાહકો માટે યોગ્ય સ્તરે રિટેઈલ ફ્યૂઅલ પ્રાઈઝ ઓછી કરવા માટે વાત કરવી જોઈએ. Today Petrol Price
આ સાથે જ તેમણે જણાવ્યું કે, OPEC દેશોએ ઉત્પાદન માટે જે અંદાજો લગાવ્યો હતો, તે પણ નીચે જવાની સંભાવના છે, જે ચિંતાજનક છે. ક્રૂડ ઑઈલની કિંમત પર સરકારનું નિયંત્રણ નથી. ઑઈલ કંપનીઓ ક્રૂડ ઑઈલ આયાત કરે છે, રિફાઈન કરે છે અને વેચે છે.
#WATCH: Finance Minister Nirmala Sitharaman speaks on fuel price hike, “It’s a vexatious issue in which no answer except for fall in fuel price will convince anyone. Both Centre & State should talk to bring down retail fuel price at a reasonable level for consumers…” pic.twitter.com/28LGWNye7I
— ANI (@ANI) February 20, 2021
પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમતોમાં આજે પણ કોઈ રાહત નથી મળી. આજે સતત 12માં દિવસે કિંમતો વધારવામાં આવી છે. શનિવારે દિલ્હીમાં પેટ્રોલ 39 પૈસા પ્રતિ લીટર વધીને 90.58 રૂપિયા પર પહોંચી ગયો. ડીઝલ પર 37 પૈસા ઉછળીને 80.97 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે. દેશના રાજસ્થાનમાં આવેલા શ્રીગંગાનગરમાં પેટ્રોલની કિંમત 101.55 રૂપિયા પ્રતિલીટર નોટઆઉટ છે. જ્યારે મધ્ય પ્રદેશના ભોપારમાં પેટ્રોલ 100 રૂપિયાથી માત્ર 40 પૈસા દૂર છે. Today Petrol Price
બ્રાન્ડેડ પેટ્રોલ 104 રૂપિયા, તો ડીઝલ 96.60 રૂપિયા લીટર Today Petrol Price
રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં બ્રાન્ડેડ પેટ્રોલ પહેલાથી 100ની પાર પહોંચી ગયું છે. શ્રીગંગાનગરમાં બ્રાન્ડેડ પેટ્રોલ 104 રૂપિયા, તો ડીઝલ 96.90 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ભોપાલમાં આજ પેટ્રોલની કિંમત 101.51 રૂપિયા પ્રતિ લીટર છે.
વર્ષ 2021માં પેટ્રોલ અત્યાર સુધી 6.46 રૂપિયા મોંઘુ થઈ ચૂક્યું છે. જો કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં માત્ર 24 દિવસ જ પેટ્રોલ-ડીઝલની કિંમત વધી. જ્યારે આ 24 દિવસમાં ડીઝલ 6.77 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ચૂક્યું છે. છેલ્લા 10 મહિનામાં તેની કિંમતમાં અંદાજે 17 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે.
વડાપ્રધાન મોદીએ શું કહ્યું હતું? Today Petrol Price
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જો અગાઉની સરકારોએ ઉર્જા આયાતની નિર્ભરતા પર ધ્યાન આપ્યું હોત, તો મધ્યમ વર્ગને આવી સમસ્યાનો સામનો ના કરવો પડત. શું આપણે આયતા પર આટલું નિર્ભર રહેવું જોઈએ?
કેમ વધી રહ્યાં છે પેટ્રોલ-ડીઝલની કિંમત? Today Petrol Price
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય ચાર્જ જોડ્યા બાદ તેની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે. જો કેન્દ્ર સરકારની એક્સાઈઝ ડ્યૂટી અને રાજ્ય સરકારો વેટ હટાવી દે, તો ડીઝલ અને પેટ્રોલની કિંમતો લગભગ 27 રૂપિયા પ્રતિ લીટર થઈ જાય. જો કે કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર, બન્ને કોઈ પણ કિંમતે ટેક્સ નથી હટાવી શકતી, કારણ કે રેવન્યૂનો એક મોટો હિસ્સો અહીંથી જ આવે છે. આજ પૈસા દેશના વિકાસ પાછળ ખર્ચાય છે.
દરરોજ સવારે નક્કી થાય છે કિંમત
હકીકતમાં વિદેશી કરન્સી રેટની સાથે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડની કિંમતોના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફેરફાર થાય છે. ઓઈળ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા બાદ રોજ પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે. ઈન્ડિયન ઑઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 કલાકે પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર કરે છે. Today Petrol Price