Gujarat Exclusive > દેશ-વિદેશ > નિર્ભયા કેસની સુનાવણી દરમિયાન જજ બેભાન, કેન્દ્રની અરજી પર આદેશ મુલતવી

નિર્ભયા કેસની સુનાવણી દરમિયાન જજ બેભાન, કેન્દ્રની અરજી પર આદેશ મુલતવી

0
1155

નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસની શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ આર.ભાનુમતિ અચાનક બેભાન થઈ ગયા હતા. તેમને વ્હીલ ચેર દ્વારા તેમના ચેમ્બરમાં લઈ જવાયો હતો. જસ્ટીસ ભાનુમતિ નિર્ભયા કેસના ચાર દોષિતોને જુદા-જુદા ફાંસી આપવાની કેન્દ્રની અરજી પર સુનાવણી કરી રહી હતી. પીઠે મામલાને સ્થગિત કરીને જણાવ્યુ કે, આદેશ બાદમાં જારી કરવામાં આવશે.

જોકે, જસ્ટીસ ભાનુમતિ તરત જ ભાનમાં આવી ગયા હતા. તેમને ડાયસ પર બેઠેલા બીજા જસ્ટીસ અને સુપ્રીમ કોર્ટના કર્મચારી ચેમ્બરમાં લઈ ગયા હતા.

જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટ નિર્ભયાના દોષિતોને અલગ-અલગ ફાંસી આપવવાના અનુરોધ વાળી કેન્દ્રની અરજી પર સુનાવણી શુક્રવાર સુધી સ્થગિત કરતા દોષિતો પાસેથી જવાબ માંગ્યો હતો.

કોર્ટે દોષિત વિનય શર્માની અરજી નકારી

તે સિવાય સુપ્રીમ કોર્ટમાં એક બીજા કેસની પણ સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે શુક્રવારે નિર્ભયા કેસની સજા કાપી રહેલા દોષિત વિનય કુમારની અરજી નકારી દીધી છે. વિનય કુમારે રાષ્ટ્રપતિ તરફથી તેની દયા અરજી નકાર્યાના આદેશને પડકાર આપ્યો હતો.

જસ્ટિસ આર ભાનુમતિ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસએ બોપન્નાની પીઠે વિનય કુમાર શર્માની અરજી નકારતા જણાવ્યુ કે, તેમાં દયા અરજી નકાર્યાના આદેશની ન્યાયિક સમીક્ષાનો કોઈ આધાર નથી.

પીઠે જણાવ્યુ કે, રાષ્ટ્રપતિ સામે વિનયની મેડિકલ રિપોર્ટ રજૂ કરવામાં આવી હતી અને તેમણે દયા અરજી નકારતા સમય બધા તથ્યો પર વિચાર કર્યો હતો. કોર્ટે મેડિકલ રિપોર્ટ જોતા એ દલીલને પણ અસ્વીકાર કરી કે તેની માનસિક સ્થિતિ સારી નથી અને જણાવ્યુ કે, આ રિપોર્ટ મુજબ તેની શારીરીક સ્થિતિ સારી છે.

ફાંસીની તારીખ અત્યાર સુધી નક્કી નથી!

જણાવી દઈએ કે, નિચલી કોર્ટે 31 જાન્યુઆરીએ આવનારા આદેશ સુધી ચારો દોષિતોને ફાંસી આપવા પર રોક લગાવી હતી. ચારો દોષિતો હાલ તિહાડ જેલમાં બંધ છે.

નિર્ભયા સાથે 16-17 ડિસેમ્બર, 2012ના રોજ દક્ષિણ દિલ્હીમાં ચાલતી બસમાં 6 લોકોએ સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યાર બાદ તેમને રસ્તા પર ફેંકી દીધુ હતુ. નિર્ભયાને બાદમાં 29 ડિસેમ્બર, 2012માં સિંગાપોરની એક હોસ્પિટલમાં મોત થઈ હતી. 6 આરોપીઓમાંથી એક રામ સિંહે તિહાડ જેલમાં કથિત રીતે આત્મહત્યા કરી હતી જ્યારે છઠ્ઠો આરોપી કિશોર હતો જેને ત્રણ વર્ષ સુધાર ગૃહમાં રાખ્યા બાદ 2015માં છોડી દેવામાં આવ્યુ હતુ.

શું 70 લાખ અમદાવાદ-ગાંધીનગરના રહેવાસીઓના જીવનને જોખમમાં મૂકી રહી છે સરકાર?