Gujarat Exclusive > દેશ-વિદેશ > નિર્ભયા કેસ: ફાંસીથી બચવા આરોપી મુકેશ સુપ્રીમ કોર્ટના શરણે, રાષ્ટ્રપતિએ ફગાવી છે દયાની અરજી

નિર્ભયા કેસ: ફાંસીથી બચવા આરોપી મુકેશ સુપ્રીમ કોર્ટના શરણે, રાષ્ટ્રપતિએ ફગાવી છે દયાની અરજી

0
394

નવી દિલ્હી: નિર્ભયા કેસમાં ફાંસીની સજા પામેલ ચારેય આરોપીઓમાંથી એક ગુનેગાર મુકેશ સિંહે એક વખત ફરીથી સુપ્રીમ કોર્ટમાં દયાની અરજી દાખલ કરી છે. મુકેશ સિંહે પોતાના વકીલ વૃંદા ગ્રોવર મારફતે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા દયાની અરજી ફગાવાના નિર્ણયને પડકારીને દયાની માંગ કરી છે. આ જાણકારી ખુદ વૃંદા ગ્રોવરે મીડિયા સમક્ષ જણાવી છે.

ઉલ્લેખનીય છે કે, નિર્ભયા સામુહિક દુષ્કર્મ કેસના ચારેય આરોપીઓમાંથી એક મુકેશ સિંહની દયાની અરજી 17 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ફગાવી ચૂક્યાં છે. અગાઉ દિલ્હીની કોર્ટે નિર્ભયાના બે આરોપીઓની અરજી ફગાવી હતી. જેમાં આરીપઓના વકીલે તિહાર જેલ વહીવટી તંત્ર પાસે દયાની અરજીમાં દાખલ કરવા માટે જરૂરી દસ્તાવેજો પૂરા પાડવા માંગ કરી હતી. જો કે કોર્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ અરજી ફગાવી હતી.

શનિવારે નિર્ભયા ગેંગ રેપમાં આરોપીઓના વકીલે સનસનીખેજ આરોપ મૂકતા જણાવ્યું કે, ફાંસીની સજા પામેલા વિનય શર્માને જેલમાં ઝેર આપવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા તેની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જો કે આ મેડિકલ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નહતો. જો કે કોર્ટે આ મામલે અરજકર્તાની આ દલીલને નજર અંદાજ કરીને અરજી ફગાવી હતી.

‘અસમ કો ભારત સે અલગ કર દેંગે..!’ શરજીલ ઈમામના વીડિયો પર ભાજપ ભડક્યું