Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > નિકોલમાં 16 થી 20 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરવા સૌરાષ્ટ્ર પટેલ સમાજ સેવા ટ્રસ્ટની અપીલ

નિકોલમાં 16 થી 20 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરવા સૌરાષ્ટ્ર પટેલ સમાજ સેવા ટ્રસ્ટની અપીલ

0
82

અમદાવાદ: અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે કોરોના વકરતો જાય છે. ત્યારે સામાજિક અંતર, માસ્ક અને સેનેટાઈઝેશન ખૂબ જરૂરી છે. પરંતુ જનતામાં જાગૃતિ આવી નથી રહી ત્યારે નિકોલ વિસ્તારમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આહવાન કરવામાં આવ્યું કે લોકડાઉન એક માત્ર ઉપાય છે.

સૌરાષ્ટ્ર પટેલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આહાવાન કરવામાં આવ્યું કે ” જાન હૈ તો જહાં હૈ” કોરોનાની ચેન તોડવા માટે તારીખ 16 એપ્રિલ થી 20મી એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન પાળવાની અપીલ જાહેર કરી છે.

નિકોલ વિસ્તારને મહામારીથી બચાવવા માટે સૌરાષ્ટ્ર પટેલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા નિકોલ વિસ્તારના વેપારીઓ મિત્રો તેમજ દરેક પરિવારના મિત્રોને આ સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાવવા માટેની અપીલ કરી છે.

અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સયમથી કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે શહેરમાં 2672 કેસ નોંધાયા છે. જો કે, શહેરમાં હાલ ખાનગી હોસ્પિટલો પણ ફુલ થવામાં આવી છે.

રાજયમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ

રાજયમાં કોરોના વાયરસની રફતારમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. આજે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 8152 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે અને 81 લોકોના મોત થયા છે. જયારે 2023 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. રાજયમાં રિકવરી રેટ ઓછો થતો જોવા મળી રહ્યો છે. આજને રિકવરી રેટ 86.86 પર પહોંચ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat

(પ્રતિકાત્મક તસવીર)