Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સરકાર કોઈ પણ આદેશ કરે પરંતુ પોલીસને ના માનવો હોય તો ના જ માને

સરકાર કોઈ પણ આદેશ કરે પરંતુ પોલીસને ના માનવો હોય તો ના જ માને

0
49
  • કોવિડમાં ડોક્યુમેન્ટ નથી કહીને એક્ટિવા ચલાવનારને આરટીઓનો મેમો આપ્યો

  • આરટીઓમાં ભીડ ન થાય તે માટે સરકારે ઉચક દંડ વસુલવાનો નિર્ણય કર્યો હતો છતાં નિર્ણયની એસી કી તૈસી

અમદાવાદ: શહેરમાં કોઈ વાહન ચાલક લાઈસન્સ કે ડોક્યુમેન્ટ વગર પકડાય તો તેની પાસેથી ઉચક દંડ વસુલવાનો નિર્ણય સરકારે લીધો છે. ત્યાર બાદ રાજ્ય પોલીસ વડાએ પણ આ અંગે તમામને પોલીસ અધિકારીઓને જાણ કરી છતાં તેમના આદેશની નિકોલ પોલીસે એસી કી તૈસી કરી દીધી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાયદાથી પર હોય તેવા નિકોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈએ એક એક્ટિવા ચાલકને લાઈસન્સ સહીતના ડોક્યુમેન્ટ ન હોવાથી આરટીઓનો મેમો આપ્યો હતો. તે મેમો પણ વાઇરલ થયો છે જોકે ઉચ્ચ અધિકારીઓની રહેમનજર હોવાથી પોલીસ નિષ્ક્રિય બની હોવાની ચર્ચા છે. જોકે આરટીઓ મેમો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.

શહેરમાં કોરોનાના કેશ દિવસેને દિવસે વધી રહ્યા છે. બીજી તરફ પોલીસ કરર્ફ્યુ તથા માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સનું કડક પણે પાલન કરાવે છે, માસ્ક વગરના લોકો દેખાય તો તેમની સામે 1 હજાર દંડ કરવામાં આવે છે. બીજી તરફ લાયન્સ કે અન્ય જરૂરી ડોક્યુમેન્ટ વગર જો કેઈ વાહન ચાલક પકડાય તો આરટીઓમાં ભીડ ભેગી ન થાય તે માટે ઉચક દંડ વસુલ કરવાનો સરકારે નિર્ણય લીધો હતો. જોકે રાજ્ય સરકારે અને રાજ્ય પોલીસ વડાના આદેશ હોવા છતાં પોલીસ હજુ પણ આરટીઓના મેમા આપતા લોકો દુવિધામાં મુકાયા છે.

તાજેતરમાં નિકોલ પોલીસજ આ કાયદાથી અજાણ હોય તે રીતે કે પછી જાણી જોઈ ને નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ એ.વી.પીપરોત્તરએ એક એક્ટિવા ચાલકને આરટીઓનો મેમો આપ્યો હતો. એક્ટિવા ચાલક પાસે લાયસન્સ, ગાડીના કાગળીયા અને પીયુસી માગ્યુ હતુ.

જો કે એક્ટિવા ચાલક પાસે કોઈ જ ડોક્યુમેન્ટ મળી ના આવતા પીએસઆઈ એ.વી.પીપરોત્તરએ એક્ટિવા ચાલકને આરટીઓનો મેમો આપ્યો અને વાહન જપ્ત કર્યું હતું. આ ઘટના બાદ એવુ દેખાઈ રહ્યુ છે કે નિકોલ પોલીસને સરકારના અમુક કાયદાની જાણકારી સુધ્ધા નથી કે પછી જાણી જોઈ લોકોને આપી પરેશાન કરતા હોવાની ચર્ચા છે.જોકે આ મેમો લોકોમાં વાઇરલ થયો હતો મહામારી સમયે પણ પોલીસ લોકોને આરટીઓના મેમા આપતા લોકો દુવિધામાં મુકાયા છે. નિકોલ પીઆઈએ જણાવ્યું હતું કે, ભલે આરટીઓનો મેમો આપ્યો પણ વાહન પોલીસ સ્ટેશનથી મુક્ત કરવામાં આવશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat