Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > દિવ્યાંગ પર દુષ્કર્મ આચરનાર આરોપી પોલીસ જવાનને બેહોશ કરી સિવિલ હોસ્પિટલમાંથી ફરાર!

દિવ્યાંગ પર દુષ્કર્મ આચરનાર આરોપી પોલીસ જવાનને બેહોશ કરી સિવિલ હોસ્પિટલમાંથી ફરાર!

0
198
  • નિકોલમાં સમાજસેવીનો ઢોંગ રચી આરોપીએ દિવ્યાંગ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું
  • આરોપીએ કોન્સ્ટેબલનું માથુ જોરથી બાથરૂમ ટબ પર પછાડતા કોન્સ્ટેબલ બેહોશ 
  • આરોપી મહિલાને ગોંધી રાખી ડામ આપી ભીખ મંગાવતો હતો

અમદાવાદ : દિવ્યાંગ મહિલા પર દુષ્કર્મ (Misdemeanor on a divyang woman) આચરનાર આરોપી પોલીસ કોન્સ્ટેબલને બેહોશ કરી ફરાર થઈ ગયો હતો. રવિવારે સવારે સિવિલમાં મેડિકલ સારવાર માટે પોલીસ કોન્સ્ટેબલ આરોપીને લઈને પહોંચ્યા હતા. આરોપી પેશાબ કરવાના બહાને કોન્સ્ટેબલને બાથરૂમમાં લઈ ગયો હતો. જ્યાં કોન્સ્ટેબલનું માથુ પકડી આરોપીએ બાથરૂમ ટબ પર જોરથી પછાડયું હતું. હુમલાને કારણે બેહોશ કોન્ટેબલને બાથરૂમમાં છોડી આરોપી ફરાર થઈ ગયો હતો.

નિકોલમાં સમાજસેવીનો ઢોંગ રચી આરોપીએ દિવ્યાંગ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. મહિલાને ગોંધી રાખી ડામ આપી ભીખ મંગાવતો હતો. નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ હેમરાજસિંહ ઉમેદસિંહ ઝાલા (ઉં,30) એ આરોપી સંજય ઉર્ફે સન્ની ઇન્દ્રવદન વ્યાસ વિરૂદ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં સરકારી કર્મચારી પર હુમલો કરી ઇજા કરીને ફરાર થઈ જવા અંગે ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વિગત મુજબ સોમવારે સવારે આરોપી સંજયને લઈ હેમરાજસિંહ એકલા સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ સારવાર માટે નિકોલ પોલીસની મોબાઈલમાં આવ્યાં હતાં. ટ્રોમાં સેન્ટરમાં ડોકટરે બેસવાનું કહેતાં આરોપીએ પેશાબ કરવા જવાની વાત કરી હતી. હેમરાજસિંહ આરોપીને બાથરૂમમાં લઈ ગયા હતા. તે સમયે અચાનક સંજયે હુમલો કરી હેમરાજસિંહનું માથું પકડી બાથરૂમ ટબ પર પછાડયું હતું. ઇજાને કારણે હેમરાજસિંહ બેહોશ થઈ ગયા અને આરોપી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચોઃ સાબરમતી રેલવે સ્ટેશને કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ

પોલીસે દિવ્યાંગ મહિલા પર દુષ્કર્મ (Misdemeanor on a divyang woman) , મારઝૂડ અને ગોંધી રાખવાના કેસ મામલે સંજયની ધરપકડ કરી હતી. આ બનાવની વિગત મુજબ નિકોલમાં રહેતી અને અગરબત્તીના કારખાનામાં કામ કરતી દિવ્યાંગ સુમિત્રા (ઉં,40) ત્રણ પૈડાવાળી સાયકલ લઈ નોકરીએ જતી હતી.

સુમિત્રાને વિરાટનગર પાસે થોડા મહિનાઓ અગાઉ સંજય વ્યાસ મળ્યો હતો. આરોપીએ પોતે સમાજસેવક હોવાનું જણાવી સુમિત્રાને વિકલાંગ સહાય અપાવામાં મદદરૂપ થશે તેમ જણાવી વિકલાંગ સર્ટી આપવા કહ્યું હતું. આમ દીવસો જતા સુમિત્રા સાથે ગાઢ પરિચય થયા બાદ આરોપીએ પોતે અપરિણીત હોવાનું અને દિવ્યાંગ સાથે લગ્ન કરી તેનું જીવન સુખમય બનાવવાનું વિચારતો હોવાની વાત કરી હતી. આમ વાતવાતમાં સંજયે અચાનક સુમિત્રા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. સુમિત્રાએ લગ્નના પ્રસ્તાવનો સ્વીકાર કરી સંજય સાથે તેના શિવમ આવાસ ખાતેના મકાનમાં રહેવા માટે ગત તા. 1લી એપ્રિલના રોજ ગઈ હતી.

સુમિત્રા સાથે સંજયે તે જ રાત્રે બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું. સંજયે સુમિત્રાને આપડે બન્ને પતિ પત્નીની જેમ રહીશું તેવો વિશ્વાસ આપ્યો હતો. લોકડાઉનમાં ઘરમાં અનાજ ન હોવાથી સુમિત્રાએ અનાજ લાવવાનું કહેતા આરોપી ઉશ્કેરાયો અને મારઝૂડ કરી હતી. આરોપીએ સુમિત્રાને બળજબરીથી શરીરે ડામ આપતો હતો. સંજયથી નારાજ સુમિત્રાએ પોતાના ઘરે જવાની વાત કરતા આરોપીએ ફરી મારઝૂડ કરી હતી.

આ ઘટના બાદ સંજય સુમિત્રાને પોતાની નજરથી દૂર થવા દેતો ન હોતો. ધીરે ધીરે આરોપીએ સુમિત્રાને વિકલાંગનું બોર્ડ પકડાવી ભીખ મંગાવી પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. જો કે તક મળતા જ સંજયની ચંગુલમાંથી છટકી સુમિત્રા નિકોલ પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોતાની સાથે બનેલી તમામ ઘટનાની જાણ કરી હતી. બાદમાં પોલીસે આરોપી સંજય ઇન્દ્રવદન વ્યાસ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ રવિવારે ચાર ટ્રેનોમાં આવેલા મુસાફરોમાં કુલ 41 કોરોના પોઝિટિવ કેસ મળ્યા