ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિની સમીક્ષા હાથ ધરીને કેટલાક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો હાજર રહ્યા હતા.
તે ઉપરાંત રાજ્ય સરકારે કોરોના સંક્રમણ નિયંત્રણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને પ્રવર્તમાન સ્થિતિમાં કોવીડ એપ્રોપ્રીએટ બિહેવિયર અને તકેદારી સાથે કેટલાક નિયંત્રણો હળવા કરવાનો તેમજ કોરોના ગાઇડલાઈનના નિયમોમાં કેટલીક વધુ છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. તેથી 6 મહાનગર સુરત, જામનગર, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર અને ગાંધીનગરમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવવામાં આવ્યો છે. જોકે અમદાવાદ અને વડોદરામાં નાઇટ કરફ્યૂ યથાવત રહેશે.
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં કોવિડ ગાઇડલાઇનના નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. આ જાહેરનામા હેઠળ અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ 18 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી લંબાવાયો છે, જેથી રાત્રે 12થી સવારે 5 વાગ્યા સુધી આ બંને શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે.
આ સાથે જ રાજ્યમાં સામાજિક, રાજકીય અને ધાર્મિક મેળાવડા અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં 75% ક્ષમતા અને બંધ જગ્યામાં 50 ટકા કુલ વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. જોકે લગ્ન સમારોહ માટે હવે ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે નહીં.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિની સમીક્ષા હાથ ધરીને કેટલાક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો હાજર રહ્યા હતા.