Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના બેકાબુ: જયપુર સહિત રાજસ્થાનના 8 શહેરોમાં રાત્રી કરફ્યુ

કોરોના બેકાબુ: જયપુર સહિત રાજસ્થાનના 8 શહેરોમાં રાત્રી કરફ્યુ

0
78
  • રાજસ્થાનમાં માસ્ક વિના ફરતા લોકો પાસેથી વસૂલવામાં આવતી દંડની રકમ વધારાયી

Corona Outbreak In Rajasthan: રાજસ્થાન સરકાર કોરોના સંક્રમિત દર્દીઓની (Corona Cases) વધતી સંખ્યાને પગલે હરકતમાં આવી છે. સરકારે કોરોનાથી (Corona Virus) સૌથી વધુ પ્રભાવિત 8 જિલ્લા મુખ્ય મથકોમાં નાઈટ કરફ્યુ (Night Curfew In Rajasthan Cities) લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ જાહેર સ્થળો પર માસ્ક પહેર્યા વિના ફરવા પર દંડની રકમ વધારીને 500 રૂપિયા કરી દીધી છે.

આ સાથે જ રાજ્યની રાજધાની જયપુરમાં કલમ-144 લાગૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતની (CM Ashok Gehlot) આગેવાનીમાં શનિવારે રાત્રે રાજ્યના મંત્રી મંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યાં છે. આ બેઠકમાં ઠંડીની સિઝન અને તહેવારોના દિવસો દરમિયાન કોરોનાનું સંક્રમણ ફેલાતુ (Corona Outbreak In Rajasthan) અટકવવાના ઉપાયોના ભાગરુપે વિચાર-વિમર્શ કરવામાં આવ્યા હતા. (Night Curfew In Rajasthan Cities)

આ પણ વાંચો: કોરોના સંક્રમિતોની સારવાર માટે ખાનગી હોસ્પિટલોએ ચલાવી ઉઘાડી લૂંટ!

આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યના સૌથી વધુ કોરોનાગ્રસ્ત 8 જિલ્લા મુખ્યમથકો જેમાં જયપુર, જોધપુર, કોટા, બીકાનેર, ઉદેપુર, અજમેર, અલવર અને ભીલવાડાના શહેરી વિસ્તારોમાં માર્કેટ, રેસ્ટોરન્ટ, શૉપિંગ મોલ સહિત તમામ સંસ્થાઓ સાંજે 7 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે. અહીં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યુ (Night Curfew In Rajasthan Cities) રહેશે. જ્યારે માસ્ક નહીં પહેરવા બદલ વસૂલવામાં આવતી 200 રૂપિયાના દંડની રકમ પણ હવે વધારીને 500 રૂપિયા કરી દેવામાં આવી છે.

જો કે આ દરમિયાન લગ્ન સમારોહમાં જતા, મેડિકલ સહિત અતિઆવશ્યક સેવા સબંધિત લોકો તથા બસ, ટ્રેન અને પ્લેનમાં સફર કરનારા મુસાફરોને અવરજવરમાં છૂટ મળશે. (Corona Outbreak In Rajasthan)