Gujarat Exclusive > દેશ-વિદેશ > મધ્ય પ્રદેશમાં કોરોના બેકાબુ, ઈન્દોર-ભોપાલ સહિત રાજ્યના 5 શહેરોમાં નાઈટ કરફ્યુ

મધ્ય પ્રદેશમાં કોરોના બેકાબુ, ઈન્દોર-ભોપાલ સહિત રાજ્યના 5 શહેરોમાં નાઈટ કરફ્યુ

0
17

ભોપાલ: મધ્ય પ્રદેશમાં દિવાળી બાદ કોરોનાના પોઝિટિવ કેસોમાં (Madhya Pradesh Corona Cases) ચિંતાજનક વધારો થયો છે. શુક્રવારે એક જ દિવસમાં 1500થી વધુ નવા દર્દીઓ (New Corona Cases) મળી આવતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સ્પષ્ટ કરી દીધુ છે કે, રાજ્યમાં ફરીથી લૉકડાઉન લાગૂ નથી કરવામાં આવે, પરંતુ 5 શહેરોમાં રાત્રી કરફ્યુનું (Night Curfew In Madhya Pradesh Cities) એલાન કરવામાં આવ્યું છે.

કોરોનાના વધતા જતાં સંકટને જોતા રાજ્ય સરકારે (MP Government) મોટો નિર્ણય લીધો છે. જેમાં પાટનગર ભોપાલ સહિત રાજ્યના 5 શહેરોમાં નાઈટ કરફ્યૂની (Night Curfew In Madhya Pradesh Cities) જાહેરાત કરી દીધી છે.

આ અંગે રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે,
“ભોપાલ, ઈન્દોર, ગ્વાલિયર, રતલામ અને વિદિશામાં કોરોના (Corona Virus) સંક્રમણ ઝડપથી ફેલાવવાના કારણે શનિવારે 21 નવેમ્બરથી આગામી આદેશ સુધી નાઈટ કરફ્યુ (Night Curfew In Madhya Pradesh Cities) રહેશે. આ કરફ્યુ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે. જે ત્યાં સુધી યથાવત રહેશે, જ્યાં સુધી કોરોનાના કેસોમાં (Madhya Pradesh Corona Cases) કમી નહીં આવે.

 

આ શહેરોમાં નાઈટ કરફ્યુ (Night Curfew In Madhya Pradesh Cities) દરમિયાન માલ-સામાનની હેરાફેરી કરનારા વાહનોની અવરજવર યથાવત રહેશે. ફેક્ટરીઓમાં કામ કરનારા શ્રમિકો પણ અવર-જવર કરી શકશે. તેમના પર કોઈ પ્રકારની રોક નહીં રહે.”

આ પણ વાંચો: કોરોનાની વૅક્સીન આવ્યા બાદ શું છે સૌથી મોટો પડકાર; કેવી છે સરકારની તૈયારી?

જણાવી દઈએ કે, મધ્ય પ્રદેશમાં કોરોનાના કુલ કેસ (Madhya Pradesh Corona Cases)વધીને 1,89,546 પર પહોંચી ચૂક્યાં છે. કોરોનાની સૌથી વધુ અસર ઈન્દોર અને ભોપાલમાં જોવા મળી રહી છે. ઈન્દોરમાં જ્યાં એક દિવસમાં 313 નવા કેસ સામે આવ્યા છે, ત્યાં ભોપાલમાં 378 નવા દર્દીઓ મળી આવ્યાં છે. (Image Caption: ફાઈલ ફોટો)