Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > જુહાપુરામાં નાઈટ કર્ફ્યુંમાં હુક્કા પાર્ટી ઝડપાઈ, 11 લોકોની ધરપકડ

જુહાપુરામાં નાઈટ કર્ફ્યુંમાં હુક્કા પાર્ટી ઝડપાઈ, 11 લોકોની ધરપકડ

0
86

રાજયમાં એક બાજુ કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે. વધી રહેલા કહરેને લઈ સરકાર દ્વારા રાત્રિ કફર્યુ જાહેર કરવામા આવ્યું છે. તેનો ફાયદો ઉપાડી જુહાપુરામાં એક યુવાન પોતાના ઘરમાં યુવાધનને બોલાવી 800 રૂપિયામાં હુક્કા પીરસી આઇપીએલ મેચ જોવા નો સેટ અપ ગોઠવી દીધો હતો. જો કે, આ અંગે પોલીસને જાણ થતા પોલીસે રેડ કરી હતી અને 11 લોકો સામે ગુનો નોંધી 7 ની ધરપકડ કરી છે અને બાકીના ચાર સગારી સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જુહાપુરમાં અદનાના ગાંધી નામનો આરોપી જે પ્રાંચીના સોસાયટીમાં રહે છે અને હાલ કફર્યુ હોવાના કારણે તેનો ફાયદો ઉપાડી લોકોને તેના ઘરમાં જ બોલાવી પૈસાથી હુક્કો પીવડાવતો હતો. સાંજ પડે ને જેવી આઇપીએલ મેચ શરૂ થાય કે યુવાનીયાઓ અહીં આવી જતા અને અદનાન આ તમામ લોકોને હુક્કા પીરસ્તો. આ અંગેની જાણ પોલીસને કરતા વોચ ગોઠવી હતી અને આરોપી અદનાનના ઘરે રેડ કરવામાં આવી હતી. આ રેડમાં પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે અને સાત આરોપીઓને પકડી ચાર સગીર સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

આરોપી અદનાન એકાદ વર્ષથી ઘરમાં જ હુક્કા બાર ખોલીને બેઠો હતો. તેમાંય કરફ્યુ હોવાથી પોલીસ રોડ પર ફરજ બજાવતી હોવાથી તેણે વધુ લોકોને એકઠા કરવાનું શરૂ કર્યું હતું. આઇપીએલ મેચ ચાલતી હોવાથી યુવાનો અહીં મેચ જોવાની સાથે હુક્કો પીતા હતા. આ સાથે 800 રૂપિયાનો એક હુક્કો આરોપી અદનાન આપતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અલગ અલગ ફ્લેવર અને હુક્કા રાખી દુબઇની ક્લબની જેમ ઘરમાં જ હુક્કા બાર શરૂ કરી દેવામાં આવ્યું હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat