ગાંધીનગર: ગુજરાતમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણીનું પરિણામ ગઈકાલે જાહેર થઈ ગયું છે. જેમાં તમામ મ્યુન્સિપલ કોર્પોરેશન પર ભાજપનો ભગવો લહેરાયો છે. અગાઉ ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જતાં રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા 6 મહાનગર પાલિકાઓમાં મેયર પદ માટે અનામતની જાહેરાત કરી દેવામાં આવી હતી. જેમાં પ્રથમ અઢી વર્ષના શાસનકાળ અને બાકી બચેલા અઢી વર્ષ માટે અલગ-અલગ અનામત રાખવામાં આવી હતી. હવે ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ સંભાવિત મેયરોના નામની ચર્ચાએ જોર પકડ્યું છે. Mayor Of Gujarat Corporations
ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ અને વરિષ્ઠ નેતાઓ હવે 6 મહાનગર પાલિકામાં આગામી મેયર અંગે મંથન કરી રહ્યાં છે. અમદાવાદ મહાનગર પાલિકાના ચૂંટણી પરિણામ પર નજર નાંખીએ તો, શહેરની કુલ 192 બેઠકોમાંથી ભાજપને 159, કોંગ્રેસને 25, AIMIMને 7 જ્યારે એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે. Mayor Of Gujarat Corporations
જો અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનમાં પ્રથમ અઢી વર્ષ SC વ્યક્તિને મેયર પદ માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે. જેમાં મહિલા કે પુરુષ કોઈ પણ હોઈ શકે છે. જ્યારે અન્ય અઢી વર્ષ મહિલા મેયર માટે અનામત રાખવામાં આવ્યા છે. હવે અમદાવાદના સંભવિત મેયરોની રેસમાં ત્રણ નામ ચર્ચામાં છે.
જેમાં હિમાંશુ કિશોરચંદ્ર વાળા વાસણા વોર્ડ નંબર 3 પરથી ચૂંટાઈને આવ્યા છે. જેમના 17953 મત મળ્યા છે. RSSમાં ઘણા સમયથી સક્રિય રહેલા હિમાંશુ વાળા પણ સંભવિત મેયર તરીકે ચર્ચાતું નામ છે. બીજી તરફ પૂર્વ વિસ્તારમાં એકદમ સામાન્ય ઘરમાંથી આવતા કિરીટ પરમારનું નામ પણ મેયર પદની રેસમાં ચાલી રહ્યું છે. તેઓ 2 ટર્મ કોર્પોરેટર રહી ચુક્યા છે તેમજ ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છે. કીરીટ પરમાર અમદાવાદના ઠક્કરબાપાનગર વોર્ડ નંબર 23માંથી ચૂંટાયા છે. Mayor Of Gujarat Corporations
આ સિવાય મણીનગર વોર્ડ નંબર 37માંથી ચૂંટાયેલા ડૉ ચંદ્રકાંત ચૌહાણ અને નરોડા વોર્ડ નંબર 12માંથી ચૂંટાઈને આવેલા રાજેન્દ્ર સોલંકીનું નામ પણ અમદાવાદના સંભાવિત મેયરની રેસમાં આગળ છે.
અનામતની જાહેરાત મુજબ રાજકોટમાં પ્રથમ અઢી વર્ષ OBC અને બીજા અન્ય અઢી વર્ષ મહિલા મેયર પદ સંભાળશે. રાજકોટમાં ભાજપને 68, કોંગ્રેસને 4 બેઠકો પર વિજય મળ્યો છે. રાજકોટમાં મેયર માટે હાલ વોર્ડ નંબર 1માંથી ચૂંટાઈને આવેલા તો ડૉ અલ્પેશ મરજરિયાનું નામ ચર્ચાઈ રહ્યું છે.
આ પણ વાંચો: દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરની હત્યા કે આત્મહત્યા? પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સામે આવી સચ્ચાઈ Mayor Of Gujarat Corporations
જો સુરતની વાત કરીએ તો, અહીં પ્રથમ ટર્મમાં મહિલા મેયર હશે અને જે બાદ અન્ય અઢી વર્ષમાં સામાન્ય વર્ગના સભ્યને મેયર તરીકે પસંદ કરવામાં આવી શકે છે. સુરતની 120 બેઠકોમાંથી ભાજપને 93 અને AAPને 27 બેઠકો મળી છે. જ્યારે ગઈ વખતે વિપક્ષમાં રહેલા કોંગ્રેસ આ વખતે ખાતુ પણ ખોલાવી શકી નથી.
હાલ સુરતમાં મેયર પદ માટે દર્શિની કોઠિયા અને હેમાલી બોઘાલાવાનું નામ હરોળમાં છે. વોર્ડ નંબર 18માંથી ચૂંટાયેલા દર્શિની કોઠીયા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન સાથે સારો ઘરોબો ધરાવે છે. દર્શિની કોઠિયા સંગઠનમાં ઘણું જ કામ કરી ચૂક્યા છે અને પાટીદાર સમાજમાંથી આવે છે. સુરત મેયર માટે બીજું નામ વોર્ડ નંબર 11માંથી ચૂંટાઈને આવેલા હેમાલી બોઘાવાલાનું છે. જેઓ પ્રોપર સુરતી છે અને સંગઠનમાં પણ સારું કામ કર્યું છે.
ભાવનગર મહાનગર પાલિકામાં પ્રથમ અઢી વર્ષ મહિલા અને બાકી બચેલા અઢી વર્ષ OBC વર્ગના વ્યક્તિ માટે રિઝર્વ રહેશે. અહીં ભાજપને 44, તો કોંગ્રેસને માત્ર 8 બેઠકો પર જીત મળી છે. ભાવનગરમાં મેયર તરીકે કીર્તિબેન દાણીધરિયાનું નામ પ્રથમ હરોળમાં છે. કીર્તિબેન વ્યવસાયે વકીલ છે અને 15 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. આ સિવાય અન્ય મહિલા ઉમેદવારોમાં વર્ષાબા પરમાર અને યોગિતીબેન ત્રિવેદીનું નામ ચર્ચામાં છે.
જામનગર કોર્પોરેશનમાં પ્રથમ અઢી વર્ષ મહિલા માટે અને બાકીના અઢી વર્ષ SC વર્ગના વ્યક્તિ માટે અનામત રહેશે. જામનગર મહાનગર પાલિકામાં ભાજપના 50, કોંગ્રેસના 11 ઉમેદવારોની જીત થઈ છે. જ્યારે સૌના આશ્ચર્ય વચ્ચે બહુજન સમાજ પાર્ટીના 3 ઉમેદવારો જીત્યા છે. Mayor Of Gujarat Corporations
જામનગરના મેયર પદ પર વોર્ડ નંબર 5 પરથી ચૂંટાઈને આવેલા બીનાબેન કોઠારી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. બીનાબેન સૌથી સિનિયર મેમ્બર છે.
આજ રીતે વડોદરામાં જોઈએ તો, અહીં વડોદરામાં અઢી વર્ષ સામાન્ય વર્ગના મેયર માટે અને બીજા અઢી વર્ષ મહિલા માટે અનામત રાખવામાં આવી છે. વડદરાના પરિણામ પર એક નજર નાંખીએ તો, અહીં વડોદરામાં ભાજપે 69 અને કોંગ્રેસે 7 બેઠકો જીત મેળવી છે.
વડોદરા વોર્ડ નંબર 3માંથી ચૂંટાયેલા પરાક્રમસિંહ જાડેજાનું નામ મેયર પદની રેસમાં સૌથી આગળ છે. જે બાદ વોર્ડ નંબર 6થી ચૂંટાયેલા શીતલ મિસ્ત્રીનું નામ પણ ચર્ચાય છે. જેમણે કોરોના સમયે સફળ કામગીરી કરી હતી. વડોદરામાં જો પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં લેવાય તો વોર્ડ નંબર 5થી ચૂંટાયેલા ડૉ હિતેન્દ્ર પટેલ અને વોર્ડ નંબર 18થી ચૂંટાયેલા કેતન પટેલનું નામ પણ હરોળમાં છે.