નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણના 26,115 નવા કેસ સામે આવ્યા છે, જે બાદ દેશમાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા હવે 3,35,04,534 થઇ ગઇ છે. જ્યારે આ દરમિયાન 252 દર્દીના મોત બાદ સંક્રમણથી મૃતકોનો આંકડો 4,45,385 પર પહોચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ કે દેશમાં કોરોના વાયરસના એક્ટિવ દર્દી હવે ઘટીને 3.09 લાખ થઇ ગયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી છે કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં સંક્રમણથી 34,469 લોકો સ્વસ્થ થયા છે, જે બાદ કોરોનાથી અત્યાર સુધી સ્વસ્થ થનારાઓની સંખ્યા 3,27,49,574 થઇ ગઇ છે. બીજી તરફ એક્ટિવ કેસની સંખ્યા 3,09,575 છે, જે કુલ કેસના 0.92 ટકા છે અને 184 દિવસમાં આ આંકડો સૌથી ઓછો છે. દૈનિક પૉઝિટિવિટી રેટ 1.85 ટકા છે, જે છેલ્લા 22 દિવસથી 3 ટકાથી ઓછો છે. જ્યારે વિકલી પૉઝિટિવિટી રેટ 2.08 ટકા છે, જે 88 દિવસથી 3 ટકાથી નીચે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ કે દેશમાં રિકવરી રેટ હવે 97.75 ટકા થઇ ગયો છે, જે માર્ચ બાદ સૌથી વધુ છે. બીજી તરફ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જણાવ્યુ કે ભારતમાં સોમવારે કોરોના વાયરસ માટે 14,13,951 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જે બાદ દેશમાં સેમ્પલ ટેસ્ટિંગનો આંકડો હવે 55,50,35,717 થઇ ગયો છે. વેક્સીનેશનના આંકડાની વાત કરીએ તો ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ વેક્સીનના 96,46,778 ડોઝ લગાવવામાં આવી છે જે બાદ કુલ વેક્સીનેશનનો આંકડો 81,85,13,827 થઇ ગયો છે.
આ પણ વાંચો: કોરોના વેક્સિનેશનમાં ગુજરાતની વધુ એક આગવી સિદ્ધિ
કોરોના અપડેટ:
ટોટલ કેસ: 3,35,04,534
એક્ટિવ કેસ: 3,09,575
ટોટલ રિકવરી: 3,27,49,574
ટોટલ ડેથ: 4,45,385
ટોટલ વેક્સીનેશન: 81,85,13,827