ભારતીય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા પીઠની સમસ્યાને કારણે ન્યુઝીલેન્ડ સામેની A શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે, ભારત A અને ન્યુઝીલેન્ડ A વચ્ચે બેંગ્લોરમાં ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝની પ્રથમ મેચ રમાઇ રહી છે. બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું કે કૃષ્ણાને પીઠમાં દુખાવો છે અને તે કોઈપણ મેચમાં ભાગ લેશે નહીં.
Advertisement
Advertisement
ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીની આગામી બે મેચ 8 અને 15 સપ્ટેમ્બરે રમાશે. પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે આ અંગે નિર્ણય લેતા પહેલા વીવીએસ લક્ષ્મણની આગેવાની હેઠળની ટીમ મેનેજમેન્ટની સલાહ લેવામાં આવી શકે છે.
ફાસ્ટ બોલિંગ આક્રમણમાં અનુભવનો અભાવ પ્રસિદ્ધ કૃષ્ણાની ગેરહાજરીમાં જણાઈ રહ્યો છે. ટીમમાં મુકેશ કુમાર, યશ દયાલ અને અર્જન નાગવાસવાલાના રૂપમાં ત્રણ બોલર છે, જ્યારે સ્પિન વિભાગમાં કુલદીપ યાદવની સાથે પાર્ટ ટાઈમર તિલક વર્મા છે.
Advertisement