Gujarat Exclusive > દેશ-વિદેશ > ન્યૂઝીલેન્ડ એમ્બેસીએ કોંગ્રેસ નેતા પાસે ઑક્સિજનની માંગી મદદ, ભારત સરકાર પર ઉઠ્યા સવાલ

ન્યૂઝીલેન્ડ એમ્બેસીએ કોંગ્રેસ નેતા પાસે ઑક્સિજનની માંગી મદદ, ભારત સરકાર પર ઉઠ્યા સવાલ

0
43

નવી દિલ્હી: ભારત સ્થિતિ ન્યૂઝીલેન્ડ એમ્બેસીએ (New Zealand Embassy) રવિવારે ઑક્સિજન સિલિન્ડર માટે કોંગ્રેસ નેતા પાસે મદદ માંગી હતી. આ માટે ન્યૂઝીલેન્ડ હાઈકમિશન તરફથી ટ્વીટ પણ કરવામાં આવ્યું હતું. જો કે ભારત સરકાર પર સવાલ ઉઠતાં એમ્બેસી તરફથી ટ્વીટ ડિલિટ કરી દેવામાં આવ્યું, બાદમાં હાઈકમિશન તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, તેમનાથી ભૂલમાં ટ્વીટ થઈ ગયું હતું.

હકીકતમાં રવિવારે સવારે ન્યૂઝીલેન્ડ એમ્બેસી (New Zealand Embassy) તરફથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. આ ટ્વીટમાં એમ્બેસીએ યૂથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બીવી શ્રીનિવાસ સમક્ષ ઑક્સિજન સિલિન્ડરને લઈને મદદ માંગી હતી. આ ટ્વીટમાં એમ્બેસીએ કોંગ્રેસના SOS ટ્વીટર એકાઉન્ટને પણ ટૈગ કર્યું. જેમાં એમ્બેસી તરફથી લખવામાં આવ્યું હતું કે, શું તમે ન્યૂઝીલેન્ડ એમ્બેસીમાં ઑક્સિજન સિલિન્ડરની તાત્કાલીક મદદ પહોંચાડી શકો છો? આભાર..

આ પણ વાંચો:  2 લોકસભા અને 14 વિધાનસભા પર મતગણતરી શરૂ, મોરવા-હડફમાં ભાજપ આગળ  New Zealand Embassy

આ ટ્વીટ પર વિવાદ ઉભો થઈ ગયો. સોશિયલ મીડિયા પર સવાલ ઉઠવા લાગ્યા કે, સરકાર શું કરી રહી છે? કે વિદેશી એમ્બેસીને પણ વિપક્ષી નેતાઓ પાસે મદદ માંગવી પડી રહી છે. વિવાદ વકરતાં ન્યૂઝીલેન્ડ એમ્બેસીએ (New Zealand Embassy) ટ્વીટ ડિલિટ કરી દીધુ અને એક નવું ટ્વીટ કર્યું. જેમાં એમ્બેસીએ લખ્યું કે, અમે ઑક્સિજન સિલિન્ડરોની તાત્કાલિક વ્યવસ્થા માટે શક્ય તમામ સોર્સ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. અમારાથી ભૂલ થઈ ગઈ, જેના માટે અમને ખેદ છે.
 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat