2022ના વર્ષની શરૂઆત થઈ ગઈ છે. તેવામાં નવા વર્ષમાં કોરાનાને લઈને રાહતના સમાચાર આવી રહ્યાં છે. હવે કોરોનાથી ડર મનમાંથી કાઢી નાંખવાનો છે, જોકે સાવચેતી રાખવી જરૂરી છે. ઓમિક્રોન (Omicorn)વેરિએન્ટ ઝડપી ફેલાઈ રહ્યો છે. પણ તેનાથી ડરવાની જરૂર નથી. ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત વ્યક્તિને ઓક્સિજનની (Oxygen)સપોર્ટની જરૂર પડે તેની સંભાવના ખુબ જ ઓછી છે.
કોરોનાનો અંત છે ઓમિક્રોન
ઓમિક્રોન વેરિએન્ટ કોરોનાનો છેલ્લો વેરીએન્ટ છે તેવુ દુનિયાભરના વૈજ્ઞાનિકો માની રહ્યા છે. કોરોનાના અંતનુ પહેલુ ચરણ વૈજ્ઞાનિકો માની રહ્યા છે. આ દાવા પાછળ કેટલાક ઠોસ વૈજ્ઞાનિક કારણો પણ સામે આવ્યા છે. દાવો છે તે જે કોઈ દેશમાં 70 ટકા લોકો સંક્રમિત અથવા તો વેક્સિનેટેડ અથના તો એંટીબોડીથી તૈયાર થઈ ગઈ હોય તો નવો મ્યુટેટેડ વાયરસ પોતાની જાતને આપો આપ નબળો બનાવવા લાગે છે. તે પછી વાયરસ શરીર માટે ખુબ ઓછો નુકસાનકારક બની જાય છે.
ઓમિક્રોન અને ડેલ્ટા વેરીએન્ટ વચ્ચે અંતર ?
બંને વેરિએન્ટના ફેલાવાની ઝડપની વાત કરીએ તો ડેલ્ટા વેરિએન્ટ કરતાં ઓમિક્રોન વેરિએટ 70 ગણો ઝડપી ફેલાય છે. ડેલ્ટા વેરિએન્ટ 10 ગણી ઝડપે ફેલાતો હતો. ડેલ્ટા વેરિએંટની અસર ફેફસાં પણ સૌથી વધુ થતી હતી. જો કે ડેલ્ટા વેરિએન્ટ કરતાં ઓમિક્રોન વેરિએન્ટ ફેફસા પર 10 ગણી ઓછી અસર કરે છે. ડેલ્ટા વેરિએન્ટના કારણે જ બ્લેક ફંગસ જેવી બિમારી પણ સામે આવી હતી. જેનાથી પણ લોકોના નિધન થયા હતા.
ડેલ્ટાની તુલનામાં શા માટે નબળો છે ઓમિક્રોન ?
ઓમિક્રોન જ્યારે પણ શરીરમાં પ્રવેશ કરે ત્યારે શ્વાસનળીમાં પોતાની જાતને વિકસીત કરે છે. એનો મતલબ એ થયો કે ઓમિક્રોન શ્વાસ નળી સુધી પહોંચી શકે છે. ઓમિક્રોન ફેફસા સુધી પહોંચે ત્યાર સુધી તે ખુબ જ નબળો અથવા તો નિષ્ક્રિય થઈ જાય છે. તેની સામે ડેલ્ટા વેરિએન્ટ સીધો ફેફસા પર એટેક કરતો હતો. જેના કારણે બીજી લહેરમાં સોથી વધુ લોકોના મોત થયા હતા.
એન્ટીબોડીની અસર બંન્ને વેરિએન્ટ પર કરે છે
ઓમિકોન શ્વાસનળીમાં રોકાઈ જાય છે. જેના કારણે આપણા શરીરમાં રહેલી એંટીબોડી વાયરસને મારી નાંખે છે. આખી પ્રક્રિયા કુદરતી રીતે જ થાય છે. ડેલ્ટા વેરિએન્ટમાં આની પ્રક્રિયા નહોતી થતી. કારણ કે ડેલ્ટા સીધો ફેફસાં પર જ અસર કરતો હતો. ઓમિક્રોન વેરિએન્ટમાં સૌથી રાહતની બાબત એ છે કે આમાં મૃત્યુદર ખુબ જ ઓછો છે. જે લોકો પહેલાંથી બિમાર હોય તેમના માટે પણ આ વેરિએન્ટ ખુબ જ ઓછો ખતરનાક છે.