Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાનું નવું વેરિએન્ટ સૌથી વધારે સંક્રામક, WHOએ ઓમિક્રોન નામ આપ્યું

કોરોનાનું નવું વેરિએન્ટ સૌથી વધારે સંક્રામક, WHOએ ઓમિક્રોન નામ આપ્યું

0
1

કોરોના વાયરસનું નવું વેરિએન્ટ (B.1.1.529) મહામારીના અન્ય પ્રકારોની તુલનામાં સૌથી વધુ ચેપી છે, એટલે કે ચેપ ફેલાવવાનું જોખમ સૌથી વધુ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આ અંગે તમામ દેશોને ચેતવણી આપી છે. WHOના ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન કોરોના (SARS-CoV-2) એ શુક્રવારે તેની સમીક્ષા કર્યા બાદ કહ્યું કે કોવિડ-19નું નવું સ્વરૂપ અત્યંત ચેપી છે. જૂથે તેને સૌથી વધુ ચિંતાજનક પ્રકાર તરીકે દર્શાવવાની ભલામણ કરી છે. WHOએ આ વાયરસનું નામ ઓમિક્રોન (Omicron) રાખ્યું છે.

આ વેરિએન્ટ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. વૈજ્ઞાનિકોએ ચેતવણી જારી કરીને કહ્યું છે કે નવા વેરિઅન્ટ પર કોવિડની રસી બિનઅસરકારક સાબિત થઈ શકે છે, ચેપનો દર ખૂબ જ ઝડપી હોઈ શકે છે અને દર્દીઓમાં ગંભીર લક્ષણો જોવા મળી શકે છે.

વૈજ્ઞાનિકો માને છે કે આ નવા પ્રકારમાં ઓછામાં ઓછા 10 મ્યુટેશન છે. જ્યારે ડેલ્ટામાં માત્ર બે પ્રકારના મ્યુટેશન જોવા મળ્યા હતા. મ્યુટેટિંગ એટલે વાયરસની આનુવંશિક સામગ્રીમાં ફેરફાર. આ દરમિયાન નવા વેરિએન્ટની ઉત્પત્તિ અંગે અટકળો ચાલુ છે, તે એક જ દર્દીમાંથી વિકસિત થઈ શક્યો હોઈ શકે છે. લંડન સ્થિત UCL જિનેટિક્સ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ફ્રાન્કોઇસ બૉલોક્સે સૂચવ્યું છે કે તે ઓછી ઈમ્યૂન ધરાવતી વ્યક્તિના જૂના સંક્રમણથી તેની ઉત્પત્તિ થઈ હશે, તે વ્યક્તિ સંભવતઃ HIV/AIDS દર્દી પણ હોઈ શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat