Gujarat Exclusive > દેશ-વિદેશ > Covid-19: અમેરિકાની નવી ગાઈડલાઈન, ભારતીય પ્રવાસીઓ પર પ્રતિબંધ

Covid-19: અમેરિકાની નવી ગાઈડલાઈન, ભારતીય પ્રવાસીઓ પર પ્રતિબંધ

0
57

ભારતમાં આઉટ ઓફ કંટ્રોલ બનેલા કોરોનાએ સમગ્ર વિશ્વને ભયમાં નાખી દીધું છે. ભારતમાં વધી રહેલા કોરોના સંક્રમણના કારણે અમેરિકા પણ ચિંતામાં આવી ગયું છે. જેથી ત્યાંની સરકાર સતત નવી નવી ગાઈડલાઈન જાહેર કરી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને તાજેતરમાં એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. જાહેરાત પ્રમાણે 4 મે બાદ ભારતથી આવતા મુસાફરોને અમેરિકામાં પ્રવેશ નહીં આપવામાં આવે.

આદેશમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, જે પણ વ્યક્તિએ છેલ્લા 14 દિવસમાં ભારતની મુસાફરી કરી હશે તેને અમેરિકામાં પ્રવેશ મળશે નહીં. જો બિડેનના કહેવા પ્રમાણે અમેરિકન જનતાની ભલાઈને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે, દેશના નાગરિક સિવાય છેલ્લા 14 દિવસમાં ભારતની મુસાફરી કરીને આવેલા વિદેશી વ્યક્તિને અમેરિકામાં પ્રવેશ મળશે નહીં.

વ્હાઈટ હાઉસના પ્રવક્તા જેન સાકીએ પણ આ નિર્ણય અંગે વિસ્તારપૂર્વક જણાવ્યું છે. તેમના કહેવા પ્રમાણે ભારતમાં હાલ માત્ર કોરોનાના કેસ જ નથી વધી રહ્યા પરંતુ તેની સાથે-સાથે અનેક નવા વેરિએન્ટ પણ જોવા મળી રહ્યાં છે. આ અસાધારણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 4 મે બાદ મુસાફરી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

અમેરિકન નાગરિકોને પરવાનગી

જો કે અમેરિકાના આ નિર્ણયમાં કેટલાક લોકોને રાહત પણ આપવામાં આવી છે. જે અમેરિકી નાગરિક પાસે ગ્રીન કાર્ડ હશે, તેમની પત્ની અને 21 વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકોને આ પ્રતિબંધમાંથી છૂટ આપવામાં આવશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat