Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > ચીનમાં Oppo A9 સ્માર્ટફોન લોન્ચ, જાણો તેના ફિચર્સ

ચીનમાં Oppo A9 સ્માર્ટફોન લોન્ચ, જાણો તેના ફિચર્સ

1
1047

Oppo A9 સ્માર્ટફોનને ચીનના માર્કેટમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. આ માર્કેટમાં હેન્ડસેટ માટે પ્રિ-ઓર્ડર બુકિંગ પણ શરૂ થઈ ચૂકી છે. સ્માર્ટફોન વાટરડ્રોપ ડિસ્પ્લે નૉચ, ડ્યુઅલ રિયર કૈમેરા સેટઅપ, રિયર ફિંગર પ્રિન્ટ સેન્સર અને એન્ડ્રોઈડ પાઈથી સજ્જ છે. ફોનમાં 6 GB રેમ છે. આ ફોન 16 મેગા પિક્સલના સેલ્ફી કેમેરા અને 4039 એસએએચની બેટરી સાથે આવે છે. આ ફોન ત્રણ રંગોમાં ઉપલબ્ધ છે. જણાવી દઈએ કે, Oppoએ તાજેતરમાં જ Oppo A1k સ્માર્ટફોનને લોન્ચ કર્યો હતો. જે 4000 એમએએચની બેટરી, હીલીયો P-22 પ્રોસેસર અને 8 મેગાપિક્સલ કેમેરા સાથે આવે છે.

Oppo A9ની ચીનના માર્કેટમાં કિંમત 1,799 ચીન યુઆન (અંદાજીત 18,700 રૂપિયા)માં વેચવામાં આવશે. આ કિંમત 6 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ મોડલની છે. આ મોબાઈલ હેન્ડસેટ માઈકા ગ્રીન, જેડ વ્હાઈટ અને ફ્લૂરાઈટ પર્પલ રંગમાં ઉપલબ્ધ કરવામાં આવશે. આ ફોનને ભારતમાં લોન્ચ કરવા અંગે કોઈ જાણકારી મળી શકી નથી.

Oppo A9 વૉટરડ્રોપ નૉચ સાથે આવે છે. ફોનમાં ડ્યુએલ રિયર કેમેરા સેટઅપ, રિયર ફિંગર પ્રિન્ટ સેન્સર અને પાછળના ભાગે Oppo Ren જેવી બ્રાન્ડિંગ રાખવામાં આવી છે. નીચેના ભાગે 3.5 એમએમનો ઓ઼ડિયો જેક, યુએસબી ટાઈપ-સી પોર્ટ અને સ્પીકર ગ્રીલ છે. વૉલ્યુમ રોકર્સ પણ છે. જ્યારે પાવર બટન પણ આપવામાં આવ્યું છે.

હવે ખાસિયતની વાત કરવામાં આવે તો, Oppo A9 એન્ડ્રોઈડ પાઈ પર આધારિત કલરઓએસ 6.0 પર કામ કરે છે. ફોનમાં 605 ઈંચનું ફૂલ એચડી ડિસપ્લે આપવામાં આવ્યું છે. જે 90.7 સ્ક્રીન ટૂ બોડી રેશિયો સાથે આવે છે. સ્ક્રીન પર કૉર્નિગ ગોરિલ્લા ગ્લાસ દ્વારા પ્રોટેક્સન આપવામાં આવ્યું છે. ફોનના પ્રોસેસર વિશે કોઈ જાણકારી મળી શકી નથી.

આ એક ડ્યુએલ રિયલ કેમેરા સેટઅપ છે. પાછળના ભાગ પર 16 મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર અને 2 મેગાપિક્સલનો સેકેન્ડરી સેન્સર છે. ફ્રન્ટ પેનલ પર એફ/2.0 અપર્ચર વાળો 16 મેગા પિક્સલનો કેમેરો મળશેય આ હેન્ડસેટ પોટ્રેટ મોડ અને કલરફૂલ મોડથી સજ્જ છે. Oppo A9ની બેટરી 4020 એમએએચની છે, જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી ફિચરમાં ડ્યુઅલ 4જી VOLTE , વાઈ-ફાઈ 802.11 એસી, બ્લૂટૂથ 4.2 અને જીપીએસ પણ સામેલ છે.