Gujarat Exclusive > દેશ-વિદેશ > ડ્રાઈવિંગ લાઇસન્સ અને RC બુક રાખવાની ઝંઝટમાંથી મુક્તિ, 1 ઓક્ટોબરથી નિયમો બદલાશે

ડ્રાઈવિંગ લાઇસન્સ અને RC બુક રાખવાની ઝંઝટમાંથી મુક્તિ, 1 ઓક્ટોબરથી નિયમો બદલાશે

0
465

નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે તાજેતરમાં કેન્દ્રીય મોટર વ્હીકલ એક્ટ-1989માં અનેક પરિવર્તન કર્યાં છે. કેન્દ્ર તરફથી સંશોધિત કરાયેલ નવા નિયમો (New Motor Vehicle Rules) આગામી 1 ઓક્ટોબરથી લાગુ થઈ રહ્યાં છે.

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, આઈટી સર્વિસ અને ઈલેક્ટ્રોનિક મૉનિટરિંગ (E-Monitoring) મારફતે ટ્રાફિક નિયમોને ઉત્તમ રીતે દેશમાં લાગૂ કરવામાં આવી શકે છે.

નવા નિયમો મુજબ, હવે વાહન ચાલકોને ડ્રાઈવિંગ લાઈસન્સ, ગાડીની RC બુક અને વાહનના દસ્તાવેજો પોતાની સાથે રાખવાની જરૂરત નહીં રહે. તેઓ આ તમામ ડૉક્યુમેન્ટ્સને Digilocker કે M-Parivahanમાં સેવ કરીને રાખી શકશે.

આમ હવે નવા નિયમો મુજબ માત્ર ડૉક્યુમેન્ટ્સ ચેક કરવા માટે રસ્તા પર વાહન રોકી નહીં શકાય, જેના કારણે વાહન ચાલકોને આંશિક રાહત મળશે.

હવે નવા નિયમો પ્રમાણે, કોઈ વાહનના ડોક્યુમેન્ટ્સ ઓછા હશે, તો રજિસ્ટ્રેશન નંબરના આધારે તેનું ઈ-વેરિફિકેશન કરવામાં આવશે અને ઈ-ચલણ મોકલવામાં આવશે. એટલે કે, હવે વાહનોની તપાસ માટે ફિજિકલ ડૉક્યુમેન્ટ્સ માંગવામાં નહીં આવે. હવે સવાલ એ થાય છે કે, જો વ્હીકલના ડૉક્યુમેન્ટ્સની ફિજિકલી તપાસ નહીં થાય, તો કેવી રીતે ખ્યાલ આવશે કે, વાહનના કોઈ ડૉક્યુમેન્ટ્સ એક્સપાયર થઈ ચૂક્યાં છે?

આ પણ વાંચો: બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં આજે આવશે કોર્ટનો ચુકાદો, અયોધ્યામાં હાઈએલર્ટ

આ અંગે મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, લાઈસન્સીંગ ઑથોરિટી દ્વારા ગેરલાયક કે સસ્પેન્ડ ડ્રાઈવિંગ લાઈસન્સની વિગતો પોર્ટલમાં રેકોર્ડ કરવામાં આવશે. જેને સમયાંતરે અપડેટ કરવામાં આવશે. આ અપડેટ ડેટા પોર્ટલ પર જોવા મળશે. આ રીતે પણ વાહન ચાલકો પર નજર રાખવામાં આવશે.

કોઈ વાહન સબંધી ડૉક્યુમેન્ટ્સને ઈલેક્ટ્રોનિક માધ્યમથી વેરિફાઈ કરી દેવામાં આવ્યાં છે, તો પોલીસ અધિકારી તેની હાર્ડ કોપી નહીં માંગી શકે. કોઈ ડૉક્યુમેન્ટ્સ માંગવાથી કે તપાસ બાદ તારીખ, તપાસનો સમય સ્ટેમ્પ અને યુનિફૉર્મમા રહેલા પોલીસ અધિકારીનું ID કાર્ડનો રેકોર્ડ પણ પોર્ટલ પર જ મેન્ટેન કરવામાં આવશે. આ વ્યવસ્થાના પગલે વાહન ચાલકો બિનજરૂરી હેરાનગતિથી બચી જશે.

કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નવા નિયમો મુજબ, વાહન માલિકોએ પોતાના ડૉક્યુમેન્ટ્સને ઈલેક્ટ્રોનિક ફોર્મમાં મેઈનટેન કરવા જરૂરી રહેશે. જેથી રસ્તા પર રોકાઈને તપાસ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળી શકે.

સરળ ભાષામાં સમજીએ તો, લાઈસન્સ, RC બુક, ફિટનેસ સર્ટિફિકેટ અને પરમિટ જેવા વાહન સાથે સંકળાયેલા જરૂરી ડૉક્યુમેન્ટ્સને સરકાર દ્વારા સંચાલિત વેબ પોર્ટલ મારફતે મેન્ટેન કરી શકાશે. ટ્રાફિક ડિપાર્ટમેન્ટ રેકોર્ડને ઈલેક્ટ્રોનિક્લી મેન્ટેન કરશે. જેથી ડ્રાઈવરના વ્યવહારને મૉનિટર કરવામાં મદદ મળશે.