Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > 1 એપ્રિલથી કર્મચારીઓના જીવનમાં ફેરફાર પડી શકેઃ શું 12 કલાક કરવું પડશે કામ?

1 એપ્રિલથી કર્મચારીઓના જીવનમાં ફેરફાર પડી શકેઃ શું 12 કલાક કરવું પડશે કામ?

0
230
  • મોદી સરકારનો નવો શ્રમ કાયદોઃ PF/ગ્રેજ્યુટી વધશે, પણ હાથનો પગાર ઘટશે
  • નવો કાયદો સમજવો બહુ જરૂરી, કારણ કે તેની ઘરેલું બજેટ પર અસર પડશે

નવી દિલ્હીઃ દેશમાં 1 એપ્રિલથી નવો શ્રમ કાયદો  (New Labor Act) અમલમાં આવી રહ્યો છે. તેથી સંગઠિત-બિન સંગઠિત કર્મચારીઓના જીવનમાં ઘણો બદલાવ આવી શકે છે.

મોદી સરકારના નવા શ્રમ કાયદા (New Labor Act) મુજબ કર્મચારીના પીએફ, ગ્રેજ્યુએટીમાં વધારો થશે. પરંતુ હાથ પર આવતો પગાર (Take Home) ઘટી શકે છે. ઉપરાંત સૌથી મહત્વનું કામના કલાકો છે. જે અંગે સરકાનો કામના મહત્તમ 12 કલાક કરવાનો પ્રસ્તાવ છે.

મોદી સરકારે ગત વર્ષે સંસદમાં ત્રણ મજૂરી સંહિતા વિધેયક (કોડ ઓન વેજીસ બિલ) પાસ કરાવ્યા હતા. જે એક એપ્રિલથી લાગુ થવાની સંભાવના છે. તેનાથી કર્મચારીઓ જ નહીં કંપનીઓની બેલેન્સશીટને પણ અસર થઇ શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ઠંડીમાં ઘટાડાથી પતંગ રસિયાઓમાં રાહત, પણ માવઠું ઉત્તરાયણ બગાડી શકે

બેઝિક સેલેરી કુલ પગારના 50 ટકા કે તેથી વધુ

નવા કાયદા (New Labor Act) મુજબ મજૂરીની પરિભાષા હેઠળ મળતા ભત્તા (એલાઉન્સ) કુલ સેલેરીથી મહત્તમ 50 ટકા હશે. એટલે કે મૂળ વેતન (બેઝિક સેલેરી) કુલ પગારની 50 ટકા કે તેથી વધુ હોવી જોઇએ.(સરકારી નોકરીઓમાં બેઝિક અને મોંઘવારી ભત્તુ સાથે).

આવી રીતે સમજો કેમ હાથમાં પગાર ઓછો આવશે?

આમ બેઝિક સેલેરી વધતા પીએફ અને ગ્રેજ્યુટીનો ફાળો વધી જશે. કારણ કે સેલેરીના એલાઉન્સ વિનાનો હિસ્સો સામાન્ય રીતે કુલ પગારના 50 ટકાથી ઓછો હોય છે. જ્યારે ભત્તા વધી જાય છે. હવે બેઝિક સેલેરી વધતા ભથ્થા ઘટશે. કંપનીઓ CTCમાં કુલ પગાર એડજસ્ટ કરતી હોય છે. જ્યારે પીએફ અને ગ્રેજ્યુઇટી બેઝિકના આધારે નક્કી થાય છે. મતલબ ઓછું બેઝિક તો પીએફ અને ગ્રેજ્યુઇટીનો ફાળો પણ ઓછો અને બેઝિક વધુ તો બંનેમાં કપાત રકમ વધી જશે. જેનાથી કર્મચારીના હાથમાં રિટાયરમેન્ટ સમયે વધુ રકમ આવશે. પરંતુ તેની અસર મહિને હાથમાં આવતો પગાર પર પડશે. જે ઓછો થતાં કર્મચારીઓ/ગૃહિણીઓનું માસિક, વાર્ષિક બજેટ ખોરવાશે.

આ પણ વાંચોઃ શેર બજારે રચ્યો ઈતિહાસ, સેન્સેક્સ પ્રથમ વખત 49,000 અંકોને પાર

નિવૃત્તિ પછીનું જીવન સુધરી શકે New Labor Act news

નવા નિયમો (New Labor Act) ને કારણે કર્મચારીને નિવૃત્તિ વખતે હાથમાં વધુ રકમ આવશે. તેનાથી તેના અને પરિવારના જીવનમાં સુધારો થઇ શકે છે. વધુ પગાર ધરાવતા કર્મચારીઓની પગાર સ્લિપમાં વધુ તબદિલી જોવા મળશે. જેની તેમના પર સૌથી વધુ અસર થશે.

કંપનીઓનો ખર્ચ વધશે

પીએફ અને ગ્રેજ્યુઇટીની રકમ વધતા કર્મચારીઓના ખર્ચમાં વધારો થશે. કારણ કે આ બંનેમાં કંપનીઓ, નોકરીદાતાઓએ પણ પોતોનો હિસ્સો ઉમેરવો પડે છે. પરિણામે તેમની બેલેન્સશીટ ખોરવાશે.

3 વર્ષમાં પહેલી વખત શ્રમ કાયદામાં ફેરફાર

નોંધનીય છે કે દેશના 73 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત શ્રમ કાયદા (New Labor Act) માં આવા પ્રકારનો સુધારો થવા જઇ રહ્યો છે. અગાઉ કોઇ પણ સરકારે શ્રમ કાયદામાં ફેરફાર કરવાની હિમ્મત કરી નહતી. હવે સરકાર એવો દાવો કરી રહી છે કે આ નવા કાયદાથી કર્મચારી અને નોકરીદાતા (એમ્પલોયર) બંનેને લાભ થશે.

પરંતુ સરકાના દાવાને સમજવું પડશે, નહીંતર કૃષિ કાયદા જેવી સ્થિતિ સર્જાઇ શકે છે. ખેડૂતોની જેમ કર્મચારીઓ,મજૂરો પણ રોડ પર આવી શકે છે.

આ પણ વાંચોઃ વોટ્સએપની નવી ગોપનીયતા નીતિ ઉપર યૂઝર્સનો ફૂટ્યો ગુસ્સો, કરી રહ્યાં છે ડિલીટ

12 કલાક કામનો પ્રસ્તાવ શું છે?

નવા ડ્રાફ્ટ મુજબ કાયદામાં કામકાજનો મહત્તમ સમય એટલે કલાકો વધારીને 12 કલાક કરવાનો પ્રસ્તાવ છે. તેમાં લોકોને ગેરસમજ થઇ રહી હોવાનું લાગી રહ્યું છે. લોકો કદાચ એવું પણ સમજતા હશે કે ઓફિસ કે કામની જગ્યાએ 12 કલાક સુધી કામ કરવું પડશે. કારણે સરકારે પણ આ અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી. નિયમમાં શબ્દ મહત્તમ કલાકનો ઉલ્લેખ છે. તેથી એવું હોઇ શકે કે કર્મચારી પાસે દિવસના 12 કલાકથઈ વધુ કામ કરાવી શકાશે નહીં. જેમાં કર્મચારી પાસે મહત્તમ 5 કલાકથી વધુ કામ કરાવવા પર પ્રતિબંધ મૂકાયો છે. એટલે દર પાંચ કલાક પછી કર્મચારીને અડધા કલાકની રિસેસ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ઓવર ટાઇમ અંગે સુધારા

કામના કલાકોની જેમ ઓવર ટાઇમ અંગે નવા કાયદા (New Labor Act) માં એવી જોગવાઇ છે કે 15થી 30 મિનિટ સુધીના વધારાના કામને પણ 30 મિનિટ સમજી એટલું ઓવર ટાઇમ ગણવામાં આવશે. અત્યાર સુધી 30 મિનિટથી ઓછા કામને ઓવરટાઇમ ગણાતુ નથી.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9