Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજ્યમા શાળા-કોલેજોને લઇને નવી ગાઇડલાઇન જાહેર, ઓફલાઈન શિક્ષણ થશે શરૂ

રાજ્યમા શાળા-કોલેજોને લઇને નવી ગાઇડલાઇન જાહેર, ઓફલાઈન શિક્ષણ થશે શરૂ

0
5

ગુજરાતમાં એક જ દિવસમાં રાજ્યના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે બે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામા આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષકોની બદલી અને બઢતીના નિયમોને લઈને ચાલી રહેલા વિવાદનો આજે અંત આવી ગયો છે. ત્યારે રાજ્યમા શાળા-કોલેજોને લઇને નવી ગાઇડલાઇન જાહેર કરવામા આવી છે.

આજે ગુજરાત સરકારની કોર કમિટીની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા જણાવાયું છે કે, તા.21, સોમવારથી શિક્ષણ વિભાગ હસ્તકની તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરુ કરવામાં આવશે. આ શાળા-કોલેજોએ કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે. જેમા વિદ્યાર્થીઓ/વાલીઓ/શાળા-કોલેજોના સંચાલકોને ઓફલાઇન શિક્ષણની તૈયારી કરવાનો પૂરતો સમય મળી રહે તે બાબત ધ્યાને લેતાં આ નિર્ણયનું અમલીકરણ તા.21, સોમવારથી થશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિની સમીક્ષા હાથ ધરીને કેટલાક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં હાજર રહ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat