Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > કેપ્ટન માહી (ધોની)ને ત્યાં આવ્યા નવા મહેમાન, સાક્ષીએ ઇંસ્ટાગ્રામ પર આપી ખુશીની માહિતી

કેપ્ટન માહી (ધોની)ને ત્યાં આવ્યા નવા મહેમાન, સાક્ષીએ ઇંસ્ટાગ્રામ પર આપી ખુશીની માહિતી

0
157

મહેન્દ્ર સિંહ ધોનીની ઓર્ગેનિક ખેતી આખા વિશ્વમાં પ્રસિદ્ધ, ત્યાં વાવેલા શાક દુબઇ સહિતના દેશોમાં એક્સપોર્ટ થાય છે

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઉર્ફે કેપ્ટન માહીને ત્યાં નવા મહેમાન (New Guest of Dhoni Shakshi)ની એન્ટ્રી થઇ. છે. જેની સાક્ષી ધોનીએ ઇંસ્ટાગ્રામ પર ખુશી ખુશી માહિતી પર શેર કરી છે. સાથે જણાવ્યું કે તેમના ઘેર આવનારા નવા મહેમાનનું નામ ચેતક રાખ્યું છે. કોરોનાને કારણે ઇન્ડિયન પ્રિમીયર લીગ(IPL)ની 14મી સીઝન અધવચ્ચે જ બંધ થઇ ગઇ. હવે ક્રિકેટરો રિલેક્સ મૂડમાં છે. ત્યારે ધોની પણ તેના ચેન્નાઇના સાથી ગુજ્જુ રવિન્દ્ર જાડેજાના પગલે ચાલ્યો છે.

સાક્ષીએ ચેતકનો વીડિયો શેર કરી લખ્યું કે

“ઘરમાં તમારુ સ્વાગત છે ચેતક, તમે લીલી (ધોનીના ડોગનું નામ)ને મળ્યા તો તમે એક જેન્ટલમેન જેવો વ્યવહાર કર્યો. તમારું હંસી-ખુશી અમારા પરિવારમાં સ્વાગત કરવામાં આવે છે.”

આ પણ વાંચોઃ કોરોનાકાળમાં ઓક્સિજન-બેડ ખૂટી પડતા અભિનેત્રી સ્વરા ભાસ્કરે કહ્યું- ‘વડાપ્રધાનને બદલો’!

બાઇક શોખીન ધોનીએ જરા હટ કે કામ કર્યું

અરે બીજુ કંઇ સમજો તે પહલાં નવા મહેમાન વિષે સ્પષ્ટતા કરી દઇએ. વાસ્તવમાં મહેન્દ્ર સિંહ ધોનીને બાઇકનો બહુ શોખ છે. તે સર્વવિદિત છે. પરંતુ આ વખતે તેણે જરા હટકે પરંતુ રવિન્દ્ર જાડેજાને પગલે ચાલી તેનુ અનુકરણ કર્યું છે.

હવે સવાલ થશે કે રવિન્દ્ર જાડેજા એવું તો શું કરે છે, કે તેનું કેપ્ટન ધોનીને અનુકરણ કરવું પડ્યું, તો તમને કહી દઇએ કે બાપુ જાડેજાને ઘોડાઓનો ગાંડો શોખ છે. તેના માટે ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડરે પોતાના ફાર્મ હાઉસમાં જ ઘોડા માટે એક અલગ ફાર્મ બનાવી દીધું. જાડેજા જ્યારે ગુજરાતમાં પોતાના ઘેર હોય ત્યારે આ ઘોડાની જાતે દેખરેખ રાખવાનું બહુ પસંદ કરે છે.

હવે બાઇક શોખીન ધોની પણ જાડેજાના પગલે ચાલી રહ્યો છે. આમ તો ધોનીના રાંચીના ફાર્મ હાઉસમાં સ્ટ્રોબેરી લઇ તમામ પ્રકારના શાકનું વાવેતર થાય છે. ધોનીની ઓર્ગેનિક ખેતીના ચર્ચા પણ આખા વિશ્વમાં છે. અહીં ઉગાડાયેલા શાક દુબઇ અને અન્ય દેશોમાં એક્સપોર્ટ કરવમાં આવે છે. ચેતક (New Guest of Dhoni Shakshi)ને પણ આ ફાર્મહાઉસનો જ એક સભ્ય બનાવવામાં આવ્યો છે.

જાડેજાએ ઘેર પહોંચતા જે ફોટો શેર કર્યો

https://twitter.com/imjadeja/status/1389934323030106122?s=20

હવે ચેતક વિષે જાણીએ તો ચેતક (New Guest of Dhoni Shakshi) એક ઘોડો છે. જેને ધોની અને સાક્ષીએ પોતાના પરિવારનો હિસ્સો બનાવ્યો છે અને તેના માટે ફાર્મ હાઉસમાં વ્યવસ્થા પણ કરી છે. નોંધનીય છે કે આઇપીએલની 14મી સીઝન કોરોનાની ભેટ ચઢી ગઇ.

આ પણ વાંચોઃ બે વખતના ઓલિમ્પિક મેડાલિસ્ટ પહેલવાન સુશીલકુમારને હત્યા કેસમાં શોધી રહી છે દિલ્હી પોલીસ

રવિન્દ્ર સિંહ જાડેજાએ ઘેર પહોંચતા જ પોતાના ઘોડાની તસવીરો શેર કરી છે. સાથે લખ્યું કે હું એ જગ્યાએ આવી ગયો છું, જ્યાં પોતાને સૌથી વધુ સુરક્ષિત સમજુ છું…..

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat