Gujarat Exclusive > દેશ-વિદેશ > મુંબઈ: ધારાવીમાં મરકજથી આવેલા 2 જમાતીઓ સહિત કોરોનાના 5 નવા કેસો નોંધાયા

મુંબઈ: ધારાવીમાં મરકજથી આવેલા 2 જમાતીઓ સહિત કોરોનાના 5 નવા કેસો નોંધાયા

0
267

મુંબઈ: એશિયાની સૌથી મોટો સ્લમ વિસ્તાર એટલે કે મુંબઈના ધારાવીમાં કોરોના વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. શુક્રવારે અહીં 5 નવા પોઝિટિવ કેસો સામે આવ્યા બાદ કોરોનાના દર્દીઓની સંખ્યા 22 થઈ ગઈ છે. ખાસ વાત છે કે, આ નવા 5 કેસોમાંથી 2 લોકો દિલ્હીમાં મરકજના કાર્યક્રમમાંથી પરત ફર્યા હતા.

આ અંગે BMCએ માહિતી આપતા જણાવ્યું કે, ધારાવીમાં કોરોના વાઈરસના 5 નવા દર્દીઓ સામે આવ્યા છે. જેમાંથી 2 જણાં દિલ્હી સ્થિત નિઝામુદ્દીન મરકજના કાર્યક્રમમાં ભાગ લઈને આવ્યા હતા. આ લોકોને પહેલાથી જ રાજીવ ગાંધી સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. હવે તેમને એક હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.

BMCના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, બન્ને જમાતિઓમાંથી એક ધારાવીના ડૉક્ટર બાલિગા નગરનો રહેવાસી છે, જ્યારે બીજી PMGP કોલોનીનો છે. જ્યારે અન્ય કેસોમાં બે મહિલાઓ છે. જેમાં એકની ઉંમર 29 વર્ની છે. જે વૈભવનગરમાં પહેલાથી જ પોઝિટિવ એક ડૉક્ટરની પત્ની છે, જ્યારે બીજી મહિલાની ઉંમર 31 વર્ષ છે. જે ધારાવીના કલ્યાણવાડી વિસ્તારમાં રહે છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

COVID-19: ભરૂચમાં તબલીગી જમાતના 4 લોકોનો ટેસ્ટ પોઝિટિવ, આરોગ્ય વિભાગ હરકતમાં