Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > રાજકોટ: કોરોના કેસ વધતા તંત્ર હરકતમાં, શહેરમાં નવા ટેસ્ટિંગ બુથ શરૂ કરાયા

રાજકોટ: કોરોના કેસ વધતા તંત્ર હરકતમાં, શહેરમાં નવા ટેસ્ટિંગ બુથ શરૂ કરાયા

0
52
  • અમદાવાદમાં કરફ્યુ વચ્ચે કોરોના ટેસ્ટિંગ કરાવવા માટે લાગી લાંબી લાઈનો

રાજકોટ/અમદાવાદ: ઠંડીમાં ચમકારા સાથે જ ગુજરાતમાં કોરોનાનો કહેર (Corona Outbreak In Gujarat) વકર્યો છે. જીવલેણ કોરોનાના (Corona Virus) સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા આવશ્યક પગલા લેવાઈ રહ્યાં છે. જે અંતર્ગત અમદાવાદમાં 57 કલાકનો કરફ્યુ (Ahmedabad Curfew) આપવામાં આવ્યો છે. આ સિવાય રાજકોટ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં નાઈટ કરફ્યુ (Night Curfew In Gujarat Cities) લાગૂ કરવામાં આવ્યો છે.

જો વાત કરીએ રાજકોટ શહેરની તો અહીં છેલ્લા થોડા દિવસોમાં કોરોનાના પોઝિટિવ કેસોનો (Rajkot Coorna Cases) રાફડો ફાટી નીકળ્યો છે. જેના પગલે આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. રાજકોટ શહેરમાં અલગ-અલગ 7 ઠેકાણે નવા કોરોના ટેસ્ટિંગ બૂથ (Corona Testing Booth) ઉભા કરવામાં આવ્યાં છે. જેમાં સેન્ટ્રલ ઝોન કોર્પોરેશન ઓફિસ, ત્રિકોણ બાગ, કિસાનપરા ચોક, પેડક રોડ-હનુમાનજી મંદિર, કેકેવી હોલ, રૈયા ચોકડી અને બાલાજી હોલ વગેરે સ્થળે લોકો કોરોના ટેસ્ટ (Corona Test) કરાવી શકશે.

આ પણ વાંચો: ઈલેક્ટોરલ બૉન્ડસથી રાજકીય પાર્ટીઓ ‘માલામાલ’! 3 વર્ષમાં મળ્યું ₹ 6493 કરોડનું ફંડ

બીજી તરફ અમદાવાદમાં કરફ્યુનો (Ahmedabad Curfew) કડક અમલ શરૂ થઈ ગયો છે. જેના પગલે દુકાનો બંધ રહેતા શહેરના રસ્તાઓ સૂમસામ બન્યા છે. જ્યારે કોરોના ટેસ્ટ (Corona Test) કરાવવા માટે ટેસ્ટિંગ બૂથ પર લોકોના ટોળેટોળા જોવા મળી રહ્યાં છે. શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલ બોપલના વકીલ સાહેબ બ્રિજ પર કોરોના ટેસ્ટિંગના ડોમ પર કોરોના ટેસ્ટ કરાવવા માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. મળતી માહિતી પ્રમાણે, અત્યાર સુધીમાં આ ડોમમાં 16 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 7 જણના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હજુ પણ અહીં કોરોના ટેસ્ટિંગ (Corona Testing) ચાલુ જ છે. આવી જ સ્થિતિ અમદાવાદના અન્ય કોરોના ટેસ્ટિંગ ડોમ પર પણ જોવા મળી રહી છે.