રાજયમાં કોરોના વાયરસના કેસો રોકેટ ગતિએ વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં નવા 654 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે અને 63 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે.
ગુજરાતમાં હાલ કુલ 2962 કેસ એક્ટિવ છે. જેમાંથી 17 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 2945 લોકો સ્ટેબલ છે. 8,18,652 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10118 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે.
ગુજરાતમાં કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ પર એક નજર નાખીએ તો, અમદાવાદમાં 311 કેસ, 97 સુરત કોર્પોરેશન, 38 વડોદરા કોર્પોરેશન, આણંદ 21, રાજકોટ કોર્પોરેશન 21, સુરત 19, ખેડા 13, જામનગર કોર્પોરેશન 12, કચ્છ 12, રાજકોટ 11, વલસાડ 11, નવસારી 10, ભરૂચ 9, ગાંધીનગર 9, અમદાવાદ 6, ભાવનગર કોર્પોરેશન 6, જામનગર 5, મહીસાગર 5, મહેસાણા 5, અમરેલી 4, મોરબી 4, તાપી 4, પોરબંદર 3, સાબરકાંઠા 3, વડોદરા 3, બનાસકાંઠા 1, જુનાગઢ કોર્પોરેશન 1 અને પંચમહાલમાં 1 કેસ નોંધાયો છે.