Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતના નવા મંત્રીમંડળમાં કયા સમાજના કેટલાં ધારાસભ્યોને સ્થાન અપાયું ?

ગુજરાતના નવા મંત્રીમંડળમાં કયા સમાજના કેટલાં ધારાસભ્યોને સ્થાન અપાયું ?

0
81
  • પાટીદાર, OBC,ST, કોળી, SC., બ્રાહ્મણ, ક્ષત્રિય, જૈન સમાજને સ્થાન અપાયું

  • કુલ આઠ સમાજને નવા મંત્રીમંડળમાં સ્થાન અપાયું

ગાંધીનગર: ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના થતાં જ હાઇવોલ્ટ્રેજ ડ્રામાનો અંત આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી પદે પાટીદારને સ્થાન આપ્યા બાદ નવા રચાયેલા મંત્રીમંડળમાં પણ છ પાટીદાર ધારાસભ્યોને સ્થાન અપાયું છે. આમ મુખ્યમંત્રી સહિત મંત્રીઓની ગણતરી કરીએ તો સાત પાટીદારને નવા મંત્રીમંડળમાં સ્થાન આપીને પાટીદારોની નારાજગી દૂર કરવાનો ભાજપ દ્વારા પ્રયાસ થયો હોવાનું જણાઇ રહ્યું છે. એટલું જ નહીં પરંતુ મંત્રીમંડળમાં સામાજિક સમીકરણોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે.

સામાજિક સમીકરણોનો તલસ્પર્શી અભ્યાસ કરવામાં આવે તો નવા મંત્રીમંડળમાં અન્ય સાત સમાજોને પણ સ્થાન આપીને સમતુલન જાળવવાનો પ્રયત્ન કરાયો છે. ત્યારબાદ મંત્રીમંડળમાં સૌથી વધુ ઓ.બી.સી.ના 6 ધારાસભ્યોને લઇને બીજું સ્થાન આપ્યું છે. જયારે અનુસૂચિત જનજાતિ ( એસ.ટી. ) તથા કોળી સમાજના ત્રણ ત્રણ ધારાસભ્યોને આ મંત્રીમંડળમાં લેવામાં આવ્યા છે. જો કોળી સમાજ અને ઓબીસીની સંયુક્ત ગણતરી કરવામાં આવે તો 9 ધારાસભ્યો એટલે કે સૌથી વધુ ધારાસભ્યોને નવા મંત્રીમંડળમાં લીધા હોવાનું કહી શકાય. બાકી અનુસૂચિત જાતિ ( એસ.સી. ) તથા બ્રાહ્મણના 2-2 અને ક્ષત્રિય તથા જૈન સમાજના એક એક ધારાસભ્યને સ્થાન આપવામાં આવ્યું છે.

કયા સમાજના કેટલાં ધારાસભ્યો

પટેલ – 6 + 1 ( મુખ્યમંત્રી )
ઓબીસી – 6
કોળી – 3
ST – 3
SC – 2
બ્રાહ્મણ – 2
ક્ષત્રિય – 1
જૈન -1

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat