Gujarat Exclusive > દેશ-વિદેશ > COVID-19: મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં સૌથી વધુ 811 પોઝિટિવ કેસ, 22ના મોત

COVID-19: મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં સૌથી વધુ 811 પોઝિટિવ કેસ, 22ના મોત

0
265

મુંબઈ: દેશભરમાં કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ મહારાષ્ટ્ર એક એવું રાજ્ય બની ગયુ છે, જ્યાં કોરોનાનો કહેર અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. હવે શનિવારે જ મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં સૌથી વધુ કેસો નોંધવામાં આવ્યાં છે. અહી છેલ્લા 24 કલાકમાં 811 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જ્યારે 22 લોકોના મોત થયા છે.

કોરોના વાઈરસ સામે સમગ્ર દેશ લડી રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળ્યું છે કે, દેશના અનેક રાજ્યોમાં કોરોનાના પોઝિટિવ કેસો ઘટ્યા છે. જો કે મહારાષ્ટ્ર અને બિહાર જેવા રાજ્યોમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 800થી વધુ કેસો પ્રથમ વખત જોવા મળ્યા છે. જે મહારાષ્ટ્ર સરકાર અને દેશ માટે એક ચિંતાની વાત છે.

શું છે રાજ્યની સ્થિતિ?
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કુલ 7628 કોરોના સંક્રમણના કેસો સામે આવી ચૂક્યાં છે. જ્યારે 25 એપ્રિલ સુધી 1076 લોકો સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આફવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં જીવલેણ વાઈરસના કારણે 323 લોકોને પોતાનો જીવ ગુમાવી ચૂક્યાં છે. ટેસ્ટિંગની વાત કરીએ તો, મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 1,01,162 ટેસ્ટ થઈ ચૂક્યાં છે.

ધારાવીમાં સૌથી ખરાબ હાલત
જણાવીદ ઈએ કે, મહારાષ્ટ્રના મુંબઈમાંથી સૌથી વધુ કેસો સામે આવી રહ્યાં છે. સૌથી વધુ અસર એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતા ધારાવી વિસ્તારમાં જોવા મળી રહી છે. અહીં છેલ્લા કેટલાક દિવસોથી સતત નવા કેસો સામે આવતા રહે છે. શનિવારે પણ અહીં 24 કલાકની અંદર 20થી વધુ પોઝિટિવ કેસો મળી આવ્યા છે. આ સાથે જ ધારાવીમાં કુલ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 240ને પાર કરી ચૂકી છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

લૉકડાઉનમાં અમદાવાદની સાબરમતી જેલના કેદીઓ પોતાના પરિવાનજનોને આવી રીતે મળ્યા