Gujarat Exclusive > દેશ-વિદેશ > મહારાષ્ટ્રમાં કોરોનાના 466 નવા કેસ, અત્યાર સુધી કુલ 232ના મોત

મહારાષ્ટ્રમાં કોરોનાના 466 નવા કેસ, અત્યાર સુધી કુલ 232ના મોત

0
150

મુંબઈ: મહારાષ્ટ્રમાં સોમવારે કોરોના વાઈરસથી સંક્રમણના 466 નવા કેસો સામે આવ્યાં છે, જ્યારે 9 લોકો મોતને ભેટ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી 4666 લોકો કોરોનાની સંક્રમિત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 232 લોકોએ કોરોનાના સંક્રમણને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે અત્યાર સુધી 572 લોકો સારવાર બાદ સ્વસ્થ પણ થયા છે.

જે 466 નવા કેસો નોંધાયા છે, તેમાં કલ્યાણ અને ડોંબિવલીમાં 16, ઠાણેમાં 21, નવી મુંબઈ અને પિંપરી-ચિંચવાડમાં 9-9, પનવેલમાં 6, મીરા-ભયંદરમાં 7, રાયગઢમાં 2 જ્યારે સતારા, ભિવંડી, નાગપુર અને સોલાપુરમાં 1-1 કેસો સામે આવ્યાં છે.

બીજી તરફ મુંબઈમાં કોરોના વાઈરસના 155 કેસો નોંધાયા બાદ અહીં પોઝિટિવ કેસોનો આંકડો 3000ની પાર પહોંચી ગયો છે. જ્યારે વધુ 7 લોકોના મોત સાથે જ મૃતકોની સંખ્યા વધીને 138 થઈ ગઈ છે.

મુંબઈ સ્થિત વિશાળ ઝૂંપડપટ્ટી ધારાવીમાં સોમવારે કોરોના વાઈરસના 30 નવા કેસો સામે આવ્યા છે. જે બાદ અહીં કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 168 પર પહોંચી ગઈ છે. મુંબઈમાં ધારાવી કોરોનાના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત છે. અહીં અત્યાર સુધીમાં કોરોનાએ કુલ 11 લોકોનો ભોગ લીધો છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

કોરોનાની અસર: ક્રૂડ ઓઈલની કિંમતમાં ઐતિહાસિક કડાકો, 0 ડોલર પ્રતિ બેરલથી પણ નીચે