Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > #Column: તમે જ્યાં સુધી હાર ન સ્વીકારો જગતની કોઈ તાકાત તમને હરાવી શક્તિ નથી

#Column: તમે જ્યાં સુધી હાર ન સ્વીકારો જગતની કોઈ તાકાત તમને હરાવી શક્તિ નથી

0
334

ડૉ. જય નારાયણ વ્યાસ: માણસ પોતે પોતાની જાત વિશે જે વિચારે તેના આધારે બહારની દુનિયામાં પણ એની કિંમત થતી હોય છે. એવું કહેવાય છે કે તમે પોતે જ્યાં સુધી હાર ન સ્વીકારો ત્યાં સુધી આ દુનિયામાં કોઈ તમને હરાવી શકતું નથી. જીવનમાં ક્યારેક તમે જે કોઈ લડાઈ લડો તેમાં હારો પણ ખરા. પણ એ હારના કારણે તમારો નૈતિક જુસ્સો ભાંગી જાય તેવું ન થવું જોઈએ.  Never Give up 

પોરસ સિકંદર સામે લડ્યો. હાર્યો. એને કેદ પકડવામાં આવ્યો.
સિકંદર સામે જ્યારે એને રજૂ કરવામાં આવ્યો ત્યારે સિકંદરે પૂછ્યું કે, ‘મારે તમારી સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ?’
પોરસનો જવાબ હતો, ‘એક રાજા બીજા રાજા સાથે કરે તેવો!’
હાર્યા પછી પણ પોરસની આંતરિક ખુમારી અકબંધ હતી.
એ લડાઈ હાર્યો હતો, મનોબળ નહોતો હાર્યો.  Never Give up 
જે મનોબળ નથી હારતો એનો સમય એક દિવસ બદલાય છે.
આવું જ ઉદાહરણ અબ્રાહમ લિંકનનું છે.
એણે પત્ની ગુમાવી. ઘણી બધી ચૂંટણીઓ હાર્યો.
પણ એણે ન તો હિંમત ગુમાવી, ન તો ધીરજ.
એક દિવસ એ અમેરિકાનો પ્રમુખ બન્યો.
માણસનું મનોબળ અને ‘કાર્યમ્ સાધયામિ વા દેહમ્ પાતયામિ’ હું કાં તો મારા કાર્યમાં સિદ્ધિ મેળવીશ અથવા ખપી જઈશ. આ ઝનૂન અને વિશ્વાસથી ધ્યેયપ્રાપ્તિ માટે લાગી રહેનાર માણસ ગરુડવૃત્તિ અથવા સિંહવૃત્તિ ધરાવે છે.
ગરુડ વ્યોમમાં એક રાજાની ખુમારી અને અદાથી વિહરે છે.
જ્યાં ભાગ્યે જ બીજું કોઈ પક્ષી પહોંચે તે ઊંચાઈએ એ ઉડ્ડયન કરે છે.
સિંહનું પણ આવું જ છે.  Never Give up 
જંગલનો તે રાજા છે એવું કોઈએ સમજાવવા નથી જવું પડતું.
સિંહબાળ આ ઝનૂન અને ખુમારી લઈને જ જન્મે છે.
પોરસ હોય કે સિકંદર કે પછી અબ્રાહમ લિંકન…

આ પણ વાંચો: #Coulmn: નિર્મલા સીતારમણનું બજેટ સમય વીતવા સાથે સમજાતું જશે

આ બધા જ સિંહની ખુમારી કે ગરુડરાજના વ્યોમવિહારની તાકાતવાળી મનોવૃત્તિનાં ઉદાહરણો છે.
તમે સફળ થશો તો આજુબાજુ ઘણા લોકો હશે.
સફળતા ખુશામતખોરોનું એક ટોળું ગોળ જેમ કીડીઓને આકર્ષે છે તે રીતે આકર્ષે છે.
એટલે જ કહ્યું છે કે રાજાએ પોતાની આજુબાજુ કડવું પણ સાચું કહેનાર વ્યક્તિઓને રાખવી જોઈએ.
જે રાજાના સલાહકારો એના કરતાં પણ વધુ બુદ્ધિશાળી હોય
જે રાજા તીવ્ર બુદ્ધિશાળી વ્યક્તિઓને સહન કરી શકે
એ રાજા ચિરકાલીન સફળતા અને પ્રશસ્તિ પ્રાપ્ત કરે છે.
જેમ ચાલવા માટે ઘર્ષણ જરૂરી છે
તેમ જીવન ઘડતર માટે ચડાવઉતાર અને મુશ્કેલીઓ પણ જરૂરી છે.
એ વાત હંમેશા યાદ રાખો.
મુશ્કેલી વગરનું જીવન તમને પહેલ પાડ્યા વગરના હીરા જેવા બનાવશે.
પસંદગી તમારે કરવાની છે.
જો હીરા તરીકે ચમકવું હશે તો સરાણે ચડી અને ઘસાવું પડશે.
પસંદગી તમારા પર છોડું છું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat