Gujarat Exclusive > આપણી જરૂરિયાત > Netflix પર બે દિવસ ફ્રીમાં જોઇ શકશો ફિલ્મ અને સીરિઝ, આ રીતે ઉઠાવો લાભ

Netflix પર બે દિવસ ફ્રીમાં જોઇ શકશો ફિલ્મ અને સીરિઝ, આ રીતે ઉઠાવો લાભ

0
126

કંટેટ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Netflix ભારતમાં બે દિવસનું સ્ટ્રીમ ફેસ્ટ હોસ્ટ કરવા જઇ રહ્યુ છે. જેની હેઠળ 5 અને 6 ડિસેમ્બરે ઓડિયન્સ આ પ્લેટફોર્મ પર પોતાની પસંદગીનું કંટેન્ટ (વેબ શો, મૂવીઝ વગેરે) ફ્રીમાં જોઇ શકશે. ખાસ વાત એ છે કે આ સુવિધા તે દર્શકો માટે પણ ઉપલબ્ધ રહેશે, જે આ પ્લેટફોર્મના સબ્સક્રાઇબર નથી. આ પહેલનો ઉદ્દેશ્ય આ પ્લેટફોર્મથી દર્શકોને જોડવાનો છે. netflix free subscription

પ્રીમિયમ કંટેન્ટ બિલકુલ મફત

નેટફ્લિક્સ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ (કંટેન્ટ) મોનિકા શેરગિલે પોતાના બ્લોગમાં લખ્યુ, “ભારતમાં કોઇ પણ બે દિવસ સુધી બ્લોકબસ્ટર મૂવીઝ, મોટી સીરિઝ, એવોર્ડ વિનિંગ ડોક્યુમેન્ટ્રી અને એન્ટરટેઇનિંગ રિયાલિટી શો જોઇ શકે છે.” તેમના અનુસાર, પ્લેટફોર્મનું પ્રીમિયમ કંટેન્ટ પણ આ બે દિવસ સુધી બિલકુલ મફત રહેશે. netflix free subscription

5 ડિસેમ્બરથી શરૂ થશે ફેસ્ટ

મોનિકાએ પોતાના બ્લોગમાં એમ પણ લખ્યુ છે, “નેટફ્લિક્સ દ્વારા અમે ઇન્ડિયાના એન્ટરટેઇનમેન્ટ લવર્સ માટે વિશ્વભરમાંથી વધુમાં વધુ અનોખી વાર્તાઓ લાવવા માંગીએ છીએ, માટે અમે સ્ટ્રીમ ફેસ્ટ હોસ્ટ કરી રહ્યા છીએ. 5 ડિસેમ્બરની રાત્રે 12.01 વાગ્યાથી 6 ડિસેમ્બરની રાત્રે 11.59 સુધી નેટફ્લિક્સ મફત છે.” netflix free subscription

આ પણ વાંચો: રિલાયન્સ રિટેલે 10.09 ટકા હિસ્સો વેચી 47,265 કરોડ મેળવ્યા

જે સબ્સક્રાઇબર નથી, તે આ રીતે જોઇ શકે છે

કંપની અનુસાર, જે લોકો નેટફ્લિક્સના સબ્સક્રાઇબર નથી, તે પોતાના ઇમેલ આઇડી અથવા મોબાઇલ નંબર દ્વારા સાઇન અપ કરી શકે છે, તેની માટે કોઇ પણ રીતના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડની ડિટેલ આપવાની જરૂર નહી પડે. જોકે, ફેસ્ટિવલ દરમિયાન સાઇન અપ કરનારા લોકો માત્ર સ્ટાન્ડર્ડ ડેફિનેશન એટલે કે એસડીમાં જ કંટેન્ટ જોઇ શકશે. આ સિવાય નેટફ્લિક્સ ફ્રીમાં જોનારા દર્શકોની સંખ્યા લિમિટેડ કરી શકે છે.